કરીના કપૂર બીજી વખત બાળકને જન્મ આપવાની છે. આ સમય ઘણો નજીક છે. કરીનાના ચાહકો પણ આ વાતે ઘણા રાજી છે ત્યારે હાલમાં જ કરીનાએ બીજી વખત માતા બનતા પહેલાં તેને મળેલી ગિફ્ટ્સની તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરી હતી. ૧૮મી ફેબ્રુઆરીએ સૈફઅલી ખાન પણ રમકડાં સાથે જોવા મળ્યો હતો. હાલમાં જ કરીનાની બહેન કરિશ્મા તથા મમ્મી બબીતા ઉપરાંત કરીનાનો સાવકો દીકરો ઈબ્રાહિમ તેને મળવા આવ્યા હતા.
કરીનાએ બીજા બાળક માટે નવું ઘર તૈયાર કર્યું છે. કરીના આ ઘરમાં શિફ્ટ પણ થઈ ગઈ છે. તૈમુર તથા બીજા બાળકની સુવિધાઓને ખાસ ધ્યાનમાં રાખીને ઘર ડિઝાઈન કરવામાં આવ્યું છે.

