નવી દિલ્હીઃ, ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)એ ઇંગ્લેન્ડ સામે માર્ચમાં રમાનારી પાંચ ટી-૨૦ મેચની શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે. જેમાં સ્ફોટક બેટ્સમેન સૂર્યકુમાર યાદવ તથા ઝારખંડના કેપ્ટન ઇશાન કિશનનો પ્રથમ વખત ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. રસપ્રદ બાબત એ છે કે કિશને શનિવારે જ વિજય હઝારે ટ્રોફીમાં ૯૪ બોલમાં ૧૭૩ રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી.
આ બન્ને તેજીલા તોખાર જેવા યુવા ખેલાડીઓ ઉપરાંત પેસ બોલર ભુવનેશ્વર કુમાર તથા વરુણ ચક્રવર્તીનું પણ ટીમમાં પુનરાગમન થયું છે. જોકે જસપ્રીત બુમરાહને આરામ અપાયો છે. વિકેટકીપર બેટ્સમેન સંજૂ સેમસન તથા ઓપનર મયંક અગ્રવાલને ટીમમાં સ્થાન અપાયું નથી. મનીષ પાંડે ઇજાગ્રસ્ત હોવાના કારણે તેના નામ ઉપર ચર્ચા થઇ નહોતી.
ટી-૨૦ ટીમઃ વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, લોકેશ રાહુલ, શીખર ધવન, શ્રેયસ ઐય્યર, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડયા, રિષભ પંત, ઇશાન કિશન, યુજવેન્દ્ર ચહલ, વરુણ ચક્રવર્તી, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, રાહુલ તેવાટિયા, ટી. નટરાજન, ભુવનેશ્વર કુમાર, દીપક ચહર, નવદીપ સૈની, શાર્દુલ ઠાકુર

