‘સ્કેમ ૧૯૯૨’ને બેસ્ટ વેબસિરીઝનો એવોર્ડ

Thursday 25th February 2021 01:47 EST
 
 

ક્રિટિક્સ ચોઈસ એવોર્ડ્સમાં આ વર્ષે ભારતની બધી જ પ્રાદેશિક ભાષાઓમાં બનેલી ફીચર ફિલ્મો, વેબ સિરીઝ અને શોર્ટ ફિલ્મોની પ્રતિભાઓ, કલાકારો અને ટેક્નિશિયનને સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં રંગમંચના કલાકાર પ્રતીક ગાંધી સ્ટારર અને ગુજરાતી બિઝનેસમેન હર્ષદ મહેતાના જીવન પર બનેલી વેબ સિરીઝ ‘સ્કેમ ૧૯૯૨’ને બેસ્ટ વેબસિરીઝનો એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવી હતી. ક્રિટિક્સ ચોઈસ એવોર્ડ્સમાં બેસ્ટ શોર્ટ ફિલ્મ ‘બેબાક’, બેસ્ટ ફીચર ફિલ્મ ‘ઇબ આલે ઉ’ને આપવામાં આવ્યો હતો. ફિલ્મ ક્રિટિક્સ ગિલ્ડના ચેરપર્સન અનુપમા ચોપરાએ કહ્યું કે, હું ઘણી ઉત્સાહિત છું. ગયું વર્ષ ઘણું જ મુશ્કેલ રહ્યું હતું. તેમ છતાં આપણે આટલી એનર્જી અને ચમક સાથે આ સ્ટોરીને સેલિબ્રેટ કરી શકીએ છીએ. બધા જ, વિજેતાઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ...


comments powered by Disqus