આર્મીમેનના નામે કચ્છમાં લોકો સાથે છેતરપિંડી કરતા ચીટરો

Wednesday 26th May 2021 07:29 EDT
 

ભુજઃ હાલ એક નવો નુસખો કચ્છમાં અજમાવાઈ રહ્યો છે જેમાં આર્મી જવાનના નામે લોકોને વિશ્વાસમાં લઈ જુની ચીજો સસ્તામાં વેંચવી હોવાનું જણાવીને લોકો સાથે છેતરપીંડી કરાતી હોવાનું બહાર આવ્યું છે. ત્યારે આ મુદે લોકો સાવાધાન થઈ જાય તે જરૂરી છે.
આ અંગે માધાપરના ભોગ બનનાર શખ્સે જણાવ્યું હતું કે, ફેસબુકમાં જુનુ એ.સી વેચવાની જાહેરાત મુકાઈ હતી. તે જોઈને ફોન કરતા સામેનો શખ્સ આર્મીમાં નોકરી કરતો હોવાનું જણાવીને દેશભક્તિની વાતો કરી હતી. ચીટરે ૧૪૦૦૦માં એ.સી આપવાની વાત કરીને એ.સી કુરીયર કરવાનું કહીને પ્રાથમ રૂ.૧૪૦૦ ચુકવવા જણાવ્યું હતું. જેનું ઓનલાઈન પેમેન્ટ કરાયું હતું. બીજાદિવસે સંદિપ કુમાર નામના એ શખ્સે પોતાનું જામનગર આર્મીનું એડ્રેસ બતાવી આર્મી પોસ્ટલ સેલ્ફ સર્વિસ ડિપાર્ટમેન્ટની ખોટી બનાવટી પહોંચ પણ મુકી હતી. જેથી વધુ વિશ્વાસ કેળવી શકાય. બાદ તે શખ્સે કચ્છના કોઈ લોકલ વ્યક્તિ પાસે ફોન કરાવીને વધુ નાણા ચુકવો બાદમાં એ.સી મળશે તેવી વાત કરતા આ લોકો ચીટરો હોવાની શંકા ઉપજી હતી. આવા જ અન્ય બે બનાવમાં કચ્છના અન્ય વ્યક્તિઓ ૫૦ હજારાથી વધુની છેતરપિંડીનો ભોગ બન્યા છે. ત્યારે ઓનલાઈન બાઈક, એ.સી આ પ્રકારની કોઈ ચીજો સસ્તામાં વેંચવાની જાહેરાત જોઈને અન્ય લોકો સાવાધ થઈ જાય તે જરૂરી છે.


    comments powered by Disqus