માર્ક્સ આપતી વખતે શિક્ષકો વિદ્યાર્થીઓથી પ્રભાવિત થાય છે, જે વધારે પ્રિય તેમને ગ્રેડિંગમાં ૧૦ ટકાનો ફાયદો

Wednesday 26th May 2021 03:27 EDT
 
 

લંડન : અનેકવાર બાળકોને એવી ફરિયાદ કરતા જોયા છે કે અમુક વિદ્યાર્થીઓ તો શિક્ષકો ના પસંદગીના છે એટલા માટે તેમને વધારે માર્ક્સ મળ્યાં. બાળકો આ વાત ભલે અજાણ્યાંમાં કહેતા હોય પણ આ વાતને હવે વૈજ્ઞાનિક આધાર મળી ગયો છે. એક તાજેતરની સ્ટડી અનુસાર પરીક્ષામાં માર્ક્સ આપતી સમયે શિક્ષકો તેમના પ્રિય વિદ્યાર્થીઓને લઈને પક્ષપાત કરી શકે છે. આવું કરવામાં તે તેમની વાસ્તવિક શૈક્ષણિક ક્ષમતાની ચિંતા પણ નથી કરતા. આટલું જ નહીં શિક્ષકોની પસંદગીના વિદ્યાર્થીઓને ગ્રેડિંગમાં ૧૦%નો ફાયદો પણ મળે છે. આ દાવો બેલફાસ્ટની ક્વિન્સ યુનિવર્સિટી અને લંડનની ગોલ્ડસ્મિથ યુનિવર્સિટીના શિક્ષણવિદ અને મનોવિજ્ઞાનીઓએ તેમની સ્ટડીમાં કર્યો છે. એક આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટ હેઠળ થયેલી આ સ્ટડીમાં ૨૦૧૯-૨૦ દરમિયાન યુનિવર્સિટીમાં ટેક્નોલોજી, સાયન્સ, આર્ટ્સ અને સ્પોર્ટ્સનો અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓને શિક્ષકો દ્વારા અપાયેલા ગ્રેડ અને તે વર્ષે અજાણ્યાં શિક્ષકો દ્વારા ગ્રેડિંગની તુલના કરાઈ હતી. તેમના વ્યક્તિત્વ અને મનોવૈજ્ઞાનિક રેકોર્ડને પણ ગ્રેડિંગ સાથે સાંકળી જોવાયા હતા. ક્વિન્સ યુનિવર્સિટીના મુખ્ય રિસર્ચર ડૉ. કોસ્ટાસ પેપેજોર્ગિયો કહે છે કે આ સ્ટડી નાનો છે પણ સંપૂર્ણ શિક્ષણ તંત્ર માટે મહત્ત્વપૂણ છે. વિદ્યાર્થીઓની શૈક્ષણિક ક્ષમતા, વ્યવહારિક સામર્થ્ય અને અવરોધો વચ્ચેના સંબંધને જાણવાનો આ સંભવત: પ્રથમ પ્રયાસ છે. ઘણા દેશોમાં આ વખતે પરીક્ષાના પરિણામ ગ્રેડિંગના આધારે અપાશે. એટલા માટે મહેનતુ વિદ્યાર્થીઓ સાથે અન્યાય ન થાય તે શિક્ષકોએ ધ્યાન રાખવું પડશે. સ્ટડી અનુસાર શિક્ષકો એ વિદ્યાર્થીઓને લઈને ઉદાહર હોય છે જે તણાવગ્રસ્ત, ચિંતિત કે ભાવનાત્મક રીતે નબળાં રહે છે પણ નકારાત્મક માનસિકતા અને સમાજિક વિદ્યાર્થીઓ પ્રત્યે તે કડક રહે છે. શિક્ષકો દ્વારા અપાતી ગ્રેડિંગ અંગે અમુક હદ સુધી પૂર્વાગ્રહની પણ અસર દેખાય છે. જેમ કે સ્કૂલના કામોમાં તત્પર રહેનારા, બધા સાથે સારું વર્તન કરનારાને આંકવામાં ન નરમી દાખવાય છે.
વ્યક્તિત્વ હાવી થવાની માઠી અસર શૈક્ષણિક ઉપલબ્ધિ પર થાય છે : સ્ટડી
ગોલ્ડસ્મિથ યુનિવર્સિટીમાં મનોવિજ્ઞાનના પ્રો.યુલિયા કોવાસ કહે છે કે જે બાળકો આત્મમુગ્ધ હોય છે તેમના વર્તનને લઈને કઈ સમસ્યાઓ છે તે સરળતાથી જાણી શકાતી નથી. સ્ટડીમાં જાણ થઈ કે જે બાળકો પર વ્યક્તિત્વ હાવી હોય છે ભલે પછી તે સકારાત્મક હોય કે નકારાત્મક, તેમની શૈક્ષણિક સિદ્ધીઓ પર તેની માઠી અસર પડે છે. પ્રો.કોવાસ કહે છે કે અમારી સ્ટડીથી એ તો નક્કી થઇ ગયું છે કે શૈક્ષણિક સિદ્ધીમાં વ્યક્તિત્વ અને વ્યવહારનું મોટું યોગદાન રહે છે.


comments powered by Disqus