રાજ્યમાં બ્લેક ફંગસને મહામારી જાહેર કરાઈ

Wednesday 26th May 2021 06:46 EDT
 

ગાંધીનગરઃ ગુજરાત સરકારે મ્યુકરમાઇકોસિસ અથવા બ્લેક ફંગસને મહામારી જાહેર કરી છે. મુખ્યપ્રધાન રૂપાણીના વડપણ હેઠળ મળેલી કૉર કમિટિની બેઠકમાં એપીડેમિક ડિસિઝ એક્ટ ૧૮૯૭ હેઠળ બ્લેક ફંગસને મહામારી જાહેર કરવાનો નિર્ણય લેવાયો હતો.
કોરોના દર્દીઓમાં બ્લેક ફંગસનું નિદાન અને સારવાર કરવામાં આવશે. બ્લેક ફંગસના દર્દીને જરૂરિયાત મુજબ ઇજેક્શન આપવાના રહે છે અને તેમાં ૬૦૦૦ રૂપિયાની કિંમતનું એક એવાં મહત્તમ ૬૦ ઇજેક્શન આપવા પડે. મ્યુકર-માઇકોસિસનાના વધતાં જતાં કેસો અને ઇજેક્શનની ખેંચને પહોંચી વળવા ગુજરાતીની ત્રણ સહિત નવી પાંચ કંપનીઓને આ ઇંજેક્શન બનાવવાની મંજૂરી અપાઇ છે.


    comments powered by Disqus