ગુજરાતના ભાવિ મુખ્ય પ્રધાન કોણ? એ કોઇ સમાજ નહીં પણ પક્ષ નક્કી કરશેઃ વજુભાઇ

Wednesday 28th July 2021 07:33 EDT
 
 

રાજા ક્યારેય ખોટું કરતો નથી તેમ મારે પણ મારો કર્મયોગ કરતા રહેવાનું છે અને હું જીવનના છેલ્લા શ્વાસ સુધીએ કરતો રહીશે અને ગુજરાતના ભવિષ્યના મુખ્યપ્રધાન કોઇ સમાજ નહીં પરંતુ પક્ષ નક્કી કરાશે તેવું રાજકોટના પાણીદાર નેતાઓ પૈકીના એક તેમજ કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ નાણાપ્રધાન વજુભાઇ વાળાએ જણાવ્યું હતું.
પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાએ ૭ વર્ષ બાદ રાજકોટ ઘરવાપસી કરી છે. વજુભાઈએ આંખમાં નેત્રમણી ઉતરાવી છે અને હજુ ૧૫ ઓગસ્ટ સુધી તેઓ આરામમાં છે.
વજુભાઈએ જણાવ્યું હતું કે, ‘મને મારા રાજકીય જીવનમાં અનેક વખત વગદાર પદ મળ્યાં છે પરંતુ હું ક્યારેય નેતા રહ્યો જ નથી, મેં હંમેશા કાર્યકરની ભૂમિકા ભજવી છે, ‘હું ભાજપનો સભ્ય હતો, છું અને ભવિષ્યમાં પણ રહીશ. ૧૫ ઓગસ્ટ પછી પાર્ટીના આગેવાનો પછી તે શહેરના હોય કે, જિલ્લા કે, પ્રદેશ કક્ષાના તેઓ સાથે મળીને તેઓ જે કહેશે તે કામગીરી કરવા માટે હું તૈયાર છું.’ સૌરાષ્ટ્રમાં પાટીદાર પોલીટિક્સ પ્રેશર અંગે પોતાની પ્રતિક્રિયા આપતા તેમણે જણાવ્યું હતું કે, અત્યાર સુધી તો એવું જ ચાલતુ આવ્યું છે કે, પહેલા ધારાસભ્યો ચૂંટાય છે, બાદમાં પાર્ટીમાં બધા ભેગા મળીને ચૂંટાયેલા ધારાસભ્યો કહે તેને મુખ્યપ્રધાન બનાવવામાં આવ્યાં છે. મુખ્યપ્રધાન કોણ બનશે તે પાર્ટીના લોકો પહેલેથી જ નક્કી કરી નાખે છે અને જે ચહેરો ફાઈનલ થાય તેના નામની જ ચૂંટણી થાય છે. ભવિષ્યમાં ગુજરાતનો મુખ્યપ્રધાન કોણ બનશે તે કોઈ સમાજ નહીં પરંતુ પાર્ટી જ નક્કી કરશે તેવું તેમણે ઉમેર્યુ હતું.
વજુભાઈની ભાજપમાં સક્રિય થવાની જાહેરાતઃ રાજપૂતો માટે મંદિર બનાવાશે
કારડીયા,ભાટી,ગુર્જર સહિત સમસ્ત રાજપૂત સમાજની એકતા પર વજુભાઈએ ભાર મુક્યો હતો અને આ માટે ભવાની માતાજીનું મંદિર વસ્તડીમાં ૨૦ એકર જમીનમાં બનાવવા નિર્ણય પણ જાહેર કર્યો હતો.


    comments powered by Disqus