ટેક્સાસ: રેલયોર્ડ ગોળીબાર કાંડમાં ૧૭ મોત બાદ અમેરિકા ગન ક્લચર મુદ્દે ફરી ચર્ચા છેડાઇ છે. ઘરે હથિયારોનું આવું પ્રદર્શન અમેરિકી પરિવારો માટે કોઇ નવી વાત નથી. ગત વર્ષ કેપિટલ હિલ્સ પર થયેલી હિંસા બાદ અહીં હથિયારોની ખરીદીમાં ૯૦ટકાનો ઉઠાળો આવ્યો છે. લોકો મશીનગન પણ ખરીદી રહ્યા છે. ૩૩ કરોડની વસતીવાળા અમેરિકામાં સામાન્ય નાગરિકો પાસે ૩૯ કરોડ હથિયાર છે. તસવીરમાં દેખાતા ટેક્સાસના આ પરિવાર પાસે ૧૭૦ હથિયાર છે. મિત્રવર્તુળમાં હથિયારોનું પ્રદર્શન કરતા ઘણાં પરિવારો છે. અમેરિકામાં લોકો કોઇ પણ પ્રકારના ઘાતર હથિયારો ખરીદી શકે છે. પણ તેના કારણે બ્રિટનમાં ૨ વર્ષમાં ૯૦૦થી વધુ ખતરનાક હથિયારો કબજે કરાયા છે, જે અમેરિકામાં લાઇસન્સ પર ખરીદાયા હતા. અને બ્રિટનમાં ગેરકાયદે રીતે ઘૂસાડાયા.