અમેરિકી ગન કલ્ચરઃ યુકે માટે પણ ચિંતા

Thursday 03rd June 2021 02:56 EDT
 

યુએસએ- અમેરિકામાં કોઈ બાળકે અંધાધૂંધ ગોળીબાર કર્યા અને નિર્દોષ લોકોની લાશો ઢાળી દીધી તેવા સમાચાર આજે પણ અરેરાટી સાથે ચિંતા ઉપજાવે છે. ૩૩૦ મિલિયનની વસ્તી ધરાવતા અમેરિકામાં સામાન્ય નાગરિકો પાસે ૩૯૦ મિલિયન હથિયારો છે. આ તો નોંધાયેલા હથિયારો છે. જો ગેરકાયદે શસ્ત્રો જોડવામાં આવે તો સંખ્યા ચોક્કસપણ બમણી થઈ જાય. કોરોના વાઈરસના પ્રકોપ અને રંગભેદવિરોધી ચળવળ વચ્ચે પણ હથિયારોની ખરીદીમાં અકલ્પનીય તેજી આવી છે. આનુ કારણ ઓએ છે કે અમેરિકનો સતત ભય હેઠળ જીવતા રહે છે અને તેમની એવી માનસિકતા છે કે હથિયારો જ તેમને બચાવી શકશે. આમ છતાં, તેઓ બંદૂકો સહિતના હથિયારોથી જ મોતનો શિકાર બને છે. આટલું પુરતું નથી, અમેરિકામાં તો શસ્ત્રપ્રદર્શન પણ શોખનો વિષય બની ગયો છે.થોડાં આંકડા પર નજર કરીએ તો ૨૦૨૧માં ૭૩ ટકા ગોરા લોકો પાસે બંદૂક હતી. બંદૂક રાખનારા લોકોમાં ૬૩ ટકા પુરુષો છે. આ ઉપરાંત ૧૦ ટકા અશ્વેત અને ૧૨ ટકા હિસ્પેનિક લોકોનો સમાવેશ થાય છે. જોકે, ગન ખરીદવી તે પુરુષોનો ઈજારો રહ્યો નથી. ૨૦ ટકા મેરિકને પહેલી વખત જ ગન ખરીદી છે તેમાંથી ૫૦ ટકા ફાળો સ્ત્રીઓનો છે. નોર્થ ઈસ્ટર્ન યુનિવર્સિટી ને હાર્વર્ડ રિસર્ચ સેન્ટરના સંશોધન અનુસાર ૨૦૨૦માં ૧૭૦,૦૦૦ અમેરિકનોએ ગન ખરીદી હતી. ગત વર્ષે માર્ચ મહિનાના પ્રથમ સપ્તાહમાં જ ૧૦ લાખથી વધુ ગન્સનું વેચાણ થયું હતું. આમ છતાં, ત્રણ ચતુર્થાંશ અમેરિકી વયસ્કો કહે છે કે તેમની પાસે ગન્સ નથી. નવા આંકડા કહે છે કે ૨૦૨૦નું વર્ષ દાયકાઓમાં સૌથી ખરાબ બંદૂકહિંસાનું વર્ષ બની રહ્યું હતું. તાજેતરમાં જ ટેક્સાસ રાજ્યો લોકો લાઈસન્સ, પશ્ચાદભૂની ચકાસણી અથવા કોઈ તાલીમ મેળવ્યા વિના પણ હેન્ડગન રાખી શકે તેવો કાયદો પસાર કર્યો છે.યુએસના લોકો કોઈ પણ પ્રકારના ઘાતક હથિયારો ખરીદવાની સ્વતંત્રતા ધરાવે છે. બ્રિટિશરો આઘાત પામે તેવી વાત છે અને કદાચ ખુશ પણ હોય કે બ્રિટનમાં હિંસક હથિયારોની આવી દોડ નથી પરંતુ, ચિંતાને કારણ અવશ્ય છે કારણકે આ પ્રવાહ અથવા વળગણ ધીરે ધીરે યુકેમાં પણ પ્રવેશી રહ્યું છે. હજુ ગત સપ્તાહે જ બ્લેક લાઈવ્ઝ મેટરની કર્મશીલ સાશા જ્હોન્સન પર લંડનની પાર્ટી પર ગોળીઓ ચલાવાઈ હતી. યુકેમાં ૨૦૧૭થી ૨૦૨૦ના ગાળામાં ૯૦૦થી વધુ ખતરનાક હથિયારો કબજે કરાયા હતા અને ચિંતાજનક એટલે છે કે આ હથિયારો અમેરિકામાં લાઈસન્સ હેઠળ ખરીદાયા હતા અને ગેરકાયદે બ્રિટનમાં ઘૂસાડાયા હતા. અપરાધીઓ તેની સાથે સીરિયલ નંબરો દૂર કરવાની કરામતો આચરી તેની તપાસને મુશ્કેલ બનાવે છે. મોટા ભાગના અપરાધીઓ ચાકુ છોડી ગન્સ તરફ વળ્યા છે.


comments powered by Disqus