ચીનમાં હવે ‘હમ દો, હમારે તીન’

Wednesday 02nd June 2021 08:53 EDT
 
 

બીજિંગ: ચીનની સરકારે પોતાની ઐતિહાસિક બે બાળકોની નીતિમાં પરિવર્તન કરીને દંપતીઓને ત્રણ બાળકો પેદા કરવાની મંજૂરી આપી દીધી છે. સોમવારે રાષ્ટ્રપતિ શી જિનપિંગની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આ ઐતિહાસિક નિર્ણય લેવાયો છે. જેનું મુખ્ય કારણ ચીનનો ઘટતો જન્મદર છે. તેને સુધારવા અને અર્થતંત્ર પર પડનારી દુરગામી અસરોને જોતાં સરકારને નીતિમાં પરિવર્તન કરવું પડ્યું છે. જાણો આ પરિવર્તન પાછળનાં મોટા કારણ...
૨૦૨૫માં વસતીમાં ઘટાડાની શંકા: ચીને તાજેતરમાં જ વસતી ગણતરીને આંકડા બહાર પાડ્યા હતા, જેમાં ખબર પડી કે વસતી-વૃદ્ધિ છેલ્લા દાયકામાં ઘણી ધીમી રહી છે. બ્લૂમબર્ગ ઈકોનોમિક્સના અનુસાર ઘટતો જન્મદર એટલે ચીનની વર્તમાન વસતી ૧૪૧ કરોડ છે, જેમાં ૨૦૨૫ થી ઉલ્લેખનીય ઘટાડો નોંધાઈ શકે છે. કોરોનાને લીધે દેશમાં ગયા વર્ષે ૧.૨ કરોડ બાળકોનો જન્મ થયો. જે ૧૯૬૧ પછી સૌથી ઓછો આંકડો છે. સરકાર સાથે જોડાયેલા થિન્ક ટેન્ક સેન્ટર ફોર ચાઈના એન્ડ ગ્લોબલાઈઝેશનના પ્રેસિડન્ટ હેનરી વાંગના અનુસાર પોલિટ બ્યૂરોએ વસતી ગણતરીના આંકડાના આધારે આ નિર્ણય લીધો છે. જેના કારણે જન્મ પરથી સંપૂર્ણ પ્રતિબંધ દૂર કરવાનો સમય મળી ગયો છે.
પરિવાર પર વધતો ખર્ચ : વસતી વિશેષજ્ઞોનું કહેવું છે કે, નવી નીતિ પછી પણ સુધારાની સંભાવના દેખાતી નથી. જેવું કે પૂર્વ એશિયા અને યુરોપમાં નાના પરિવાર જ પ્રાથમિકતા બની ગયા. ૨૦૧૬માં બે બાળકોની છૂટ છતાં વધારો થયો નથી, કેમકે અનેક લોકો બાળકોને ઉછેરવાના વધતા ખર્ચને જોતાં પરિવાર વધારવા રાજી થયા ન હતા. હોંગકોંગની ચાઈના યુનિવર્સિટીના પ્રો. વિવિયન ઝાન કહે છે કે, તેના કારણે નવી નીતિનો ફાયદો માત્ર ધનિકોને થશે, મધ્યમ અને નીચલા વર્ગને નહીં.
ઘટતો વર્કફોર્સ : દેશમાં ૮૯.૪ કરોડ લોકોની ઉંમર ૧૫ થી ૫૯ વર્ષની વચ્ચે છે, જે 2010ની તુલનામાં ૬.૭૯ ટકા ઓછી છે. ઓછા જન્મદરના લીધે મોટી વસતી વૃદ્ધ થશે. દેશના માટે સ્વાસ્થ્ય અને સામાજિક દેખભાલનો ખર્ચ પણ વધશે


comments powered by Disqus