વોશિંગ્ટનઃ અમેરિકામાં હિન્દુ સંગઠને આક્ષેપ કર્યો છે કે બાંગ્લાદેશમાં ૧૯૭૧ના નરસંહારમાં પાક.ની સેનાની ભૂમિકાને ખુલ્લી પાડતી એક વેબસાઈટ લોન્ચ કરવામાં પાક. દ્વારા તેને ધમકી આપવામાં આવી છે. પાકિસ્તાનના ટેલિકોમ્યુનિકેશન ઓથોરિટી તરફથી એક સંદેશો મળ્યો હતો. જેમાં તેણે ‘બંગાળી હિન્દુ જેનોસાઈડ’ વેબ પેજને કાઢી નાંખવાની માગણી કરી હતી. એ વેબપેજમાં પાક. સેનાનું તે વખતના અત્યાચારનું વર્ણન કરાયું હતું.