ન્યૂ યોર્કઃ શનિવાર, ૮મે એ વહેલી સવારે ૮.૩૦ વાગે ક્વીન્સ પોલીસ સ્ટેશને પહોંચીને ૨૮ વર્ષીય પુષ્કર શર્માએ પોતાની ૬૫ વર્ષીય માતા સરોજ શર્માની હત્યા કર્યાનું કબૂલ્યું હતું. હત્યાના આરોપસર પુષ્કર શર્માની ધરપકડ કરાઈ હતી. તે દોષી પૂરવાર થશે તો તેને હત્યા બદલ મહત્તમ ૨૫ વર્ષની જેલ થશે.પુષ્કરના કપડાં પર લોહીના ડાઘ હતા. લગભગ તે જ સમયે તેની માતા ક્વીન્સમાં આવેલા તેમના ઘરે ગંભીર હાલતમાં હતી. માતાને બેભાન જોઈને પીડિતાની પુત્રીએ 911 પર ફોન કર્યો હતો. સરોજ શર્માના ચહેરા અને ગળા પર ઘા હતા. હોસ્પિટલે લઈ જતાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. પુષ્કર પાછળથી તેની માતા પાસે ગયો હતો અને ગળા નજીક હાથ લઈ જઈને તેમનું ગળું દાબવાનું શરૂ કર્યું અને મોં પર સંખ્યાબંધ મુક્કા પણ માર્યા હતા.