સ્તુતિ ઘોષ ૧૨ વર્ષની નાની વયે સંગીતના ક્ષેત્રમાં ઉભરતી બ્રિટિશ પ્રતિભા બની છે. સ્તુતિ ભારતીય શાસ્ત્રીય અને વેસ્ટર્ન ગાયનકળામાં આ ક્ષેત્રોના નિષ્ણાતો પાસેથી તાલીમ મેળવી રહી છે.
તેનું સ્વપ્ન અને અપેક્ષા ગીત - સંગીતના આનંદને દુનિયાભરમાં ફેલાવવાની છે. તે આપણી માતૃભૂમિથી દૂર રહીને ઉછરી છે. પરંતુ, દિલથી તે સાચા અર્થમાં ભારતીય છે. આ યુવા પ્રતિભા મ્યુઝિકના પ્રતિષ્ઠિત ક્ષેત્રમાં પ્રવેશ કરી રહી છે. સ્તુતિએ બ્લોકબસ્ટર બોલિવુડ ફિલ્મ ‘ચેન્નાઈ એક્સપ્રેસ’ પરથી તેનું પ્રથમ કવર સિંગલ ‘તીતલી’ રજૂ કર્યું છે. આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં શાહરુખ ખાન અને દીપિકા પદુકોણ હતા. આ ગીત ગાયિકા ચિન્મયી શ્રીપદાએ ગાયું હતું. સ્તુતિએ ગાયેલુ ‘તીતલી’ ગીત આપ https://youtu.be/VpNyowy2Q8E અથવા https://youtube.com/user/Jayeetaghosh14 પર સાંભળી શકશો.

