કવ્વાલ ફરિદ સાબરીનું અવસાન

Wednesday 05th May 2021 10:06 EDT
 
 

સાબરી બ્રધર્સની જોડી હવે તૂટી ચૂકી છે. રાજસ્થાનના જયપુરના જાણીતા કવ્વાલ ફરીદ સાબરી હવે આ દુનિયામાં રહ્યા નથી. રહ્યા. તાજેતરમાં ફરીદની તબિયત બગડતાં તેમનું અવસાન થયું હતું. ફરિદ સાબરીને ન્યુમોનિયા થઈ ગયો હતો. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ તબીબો તેમને બચાવી શક્યા ન હતા. ફરીદ સાબરી જાણીતા કવ્વાલ છે. તેઓ ભાઈ અમીન સાબરી સાથે મળીને કવ્વાલી ગાતા હતા. 


comments powered by Disqus