કોરોના વાઇરસ સૌથી પહેલા આપણા શરીરની ઉપરની શ્વસનપ્રણાલી કે જેમાં નાક, સાઇનસ અને ગળાનો ભાગ આવે છે તેને પકડમાં લે છે. તેને ગંભીર રીતે પ્રભાવિત કર્યા પછી તે આપણી નીચેની શ્વસનપ્રણાલી કે જેમાં શ્વાસનળી અને ફેફસાં આવે છે, તેના પર સીધો હુમલો કરે છે. ફેફસાં શ્વસન પદ્વતિનો જરૂરી ભાગ છે. તે કોશિકાઓ અને લોહીનો ઓક્સિજન આપે છે એટલે આજકાલ પોતાનાં ફેફસાં પર ધ્યાન રાખવું સૌથી જરૂરી છે. જો આપણે ખાણીપીણી કસરત અને દિનચર્ચામાં આ છ વાતોને સામેલ કરીએ તો આપણા ફેફસાં મજબૂત થશે..
• જમવાની ટેવોમાં સુધારો કરો
વિટામિન-સી ફેફસાંની કાર્યક્ષમતા સુધારે છે. સફરજનમાં વિટામીન-સીનું સર્વોચ્ચ પ્રમાણ હોય છે. તે એન્ટી-ઓક્સિડન્ટ તરીકે કામ કરે છે. આ જ રીતે બીટમાં નાઇટ્રેટ્રસ હોય છે, જે બ્લ્ડપ્રેશરને કાબુમાં રાખે છે. જે લોકોને ફેફસાં સંબંધિત બીમારી છે તેમને બીટ ફાયદો પહોંચાડે છે. ટામેટાંમાં લાઇકોપીનનો સૌથી સારો સ્ત્રોત હોય છે. દરરોજ ૨-૩ કપ ગ્રીન ટી ફેફસાને સ્વસ્થ રાખવાની શ્રેષ્ઠ રીત છે.
• સ્મોકિગ છોડી દોઃ સ્મોકિંગની કુટેવ લંગ્સ કેન્સરનું જોમખ વધારે છે. જો દરરોજ એક સિગારેટ પણ પીવો છો તો નુકસાનકારક કેમિકલ, નિકોટિન અને અને ટાર ફેફસાં સુધી પહોંચે છે, જે લંગ્સને ઝડપથી વૃદ્વ બનાવી દેશે. અમેરિકાની સંસ્થા સીડીસી અનુસાર - સિગારેટ પીવાથી એટલા અમેરિકનોનાં સમયથી પહેલા મોત થઇ ચૂક્યા છે, જેટલા આ જ સુધી અમેરિકાએ લડેલાં કોઇ પણ યુદ્વમાં નહીં થયા હોય.
• નિયમિત કસરત કરોઃ તમે જ્યારે પણ કસરત કરો છો તમારો શ્વાસ પ્રતિ મિનિટ ૧૫ ગણાથી ૪૦ ગણા જેટલો વધી જાય છે, જે લંગ્સ માટે શ્રેષ્ઠ વર્ક આઉટ છે. તમે જેટલી કસરત કરો છો એટલી જ તમારા ફેફસાંની કાર્યક્ષમતા વધી જાય છે.
• પ્રદુષણથી દૂર રહોઃ સેકન્ડ હેન્ડ સ્મોકથી બચો. મુસાફરી એવા સમયે કરો જ્યાર સડકો પર ભીડ ઓછી હોય. ધૂળ અને ધુમાડો હોય ત્યાં કસરત ના કરો. તમારા ઘરને સ્મોકી ફ્રી રાખો, સિન્થેટિક એર ફ્રેશનર્સથી બચો. કુદરતી હવાને અંદર આવવા દો.
• બેલી બ્રિધિંગ કરોઃ કસરતની આ ટેક્નીક તમારા ફેફસાંને મજબૂત બનાવે છે. હકીકતમાં તમે જ્યારે બેલી બ્રિધિંગ કરો છો તો ડાયાફ્રામ મજબૂત બને છે. ડાયાફ્રામ મુખ્ય શ્વસન માંસપેશી હોય છે. બેલી બ્રિધિંગથી ડાયાફ્રામ પર અસર થાય છે. ડ્રાયફ્રેગમેટિક બ્રિધિંગ તમારા શરીરમાં ઓક્સિજનની જરૂરિયાતને ઘટાડે છે.
• ખુબ હસો, સૌથી શ્રેષ્ઠ વર્ક આઉટ
તમારા હૃદય, ફેફસાં અને શ્વસનતંત્ર માટે સૌથી કસરત છે હાસ્ય. તમે જ્યારે ખુલ્લા દિલે હસો છો ત્યારે તમારો ડાયાફ્રામ, છાતી અને પેટની માંસપેશીઓ ખેંચાય છે. તેનાથી શરીરમાંથી હવાને બહાર નીકળવા અને ફરી તાજી હવા ફેફસામાંથી ઊંડે સુધી લઇ જવા માટે ફેફસાંને વધુ મહેનત કરવી પડે છે. તેનાથી શરીરને વધુ ઓક્સિજન મળે છે. ફેફસાં પણ સ્વસ્થ બને છે.