દીપિકા પદુકોણ મેન્ટલ હેલ્થના ઇશ્યૂઝની ગંભીરતા અને ડિપ્રેશન વિરુદ્વની તેની પોતાની લડાઇ વિશે વાત કરતી રહે છે. તેણે અત્યારની સ્થિતિને ધ્યાનમાં રાખીને ઇમોશનલી સ્વસ્થ રહેવાના મહત્વ વિશે વધુ એક વખત વાત કરી હતી. દીપિકાએ મેન્ટલ હેલ્થના હેલ્પલાઇન નંબર્સનું લિસ્ટ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યું હતું અને તેના ફ્રેન્સને આશ્વાસન આપતાં કહ્યું હતું કે, તેઓ એકલા નથી. તેમણે લખ્યું હતું કે આપણાંમાંથી કરોડો લોકો (હું અને મારો પરિવાર સામેલ) પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે સંઘર્ષ કરી રહ્યાં છીએ. એ ભૂલવું ના જોઇએ કે, અત્યારની આ કટોકટીમાં આપણી ઇમોશનલી સ્વસ્થતાનું પણ એટલું જ મહત્વ છે. યાદ રાખો, તમે એકલા નથી. આ સ્થિતિમાં આપણે સાથે છીએ. સૌથી જરૂરી બાબત એ છે કે, આશા રહેલી છે.