‘રાધેઃ યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’ના રાઇટ્સ રૂ. ૨૩૫ કરોડમાં વેચાયા

Wednesday 05th May 2021 09:59 EDT
 
 

સલમાન ખાનને ચમકાવતી ‘રાધેઃ યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’ ફિલ્મનું ડિસ્ટ્રિબ્યૂશન, વીડિયો સ્ટ્રીમિંગ અને મ્યુઝિક રાઇટ્સ રૂ. ૨૩૫ કરોડમાં વેચાયા હોવાના અહેવાલ છે. આ પ્રકારના સોદાને અમ્બ્રેલા ડીલ કહેવામાં આવે છે. અહેવાલ અનુસાર, આ રાઇટ્સ ઝી સ્ટુડીયો દ્વારા ખરીદવામાં આવ્યા છે. ફિલ્મ ૧૪મી મેએ ઇદના તહેવાર પર રિલીઝ થઈ રહી છે. ફેન્સ સાથે મેકર્સને પણ પૂરો વિશ્વાસ છે કે સલમાન ખાન આ ફિલ્મના મામધ્યમથી લોકોને થિયેટર સુધી ખેંચી લાવવામાં સફળ સાબિત થશે. જાણવા મળે છે તે અનુસાર, આ ફિલ્મ સિનેમા ઘરમાં રિલીઝ થશે અને ત્યાર બાદ તેનો પ્રિમિયર શો ઓટીટી પ્લેટફોર્મ ઝી-ફાઇવ પર રાખવામાં આવશે. જોકે આ મામલે મેકર્સ દ્વારા કોઇ સત્તાવાર જાહેરાત કરાઇ નથી. સલમાન ખાન સ્ટારર આ મૂવી ઈદના તહેવાર પર રિલીઝ થવાને કારણે ફિલ્મમાં રોકાણ કરવામાં આવેલા નાણાંનું સારું એવું રિટર્ન મળી જશે તેવી નિર્માતા  આશા સેવે છે. સલમાન ખાન લાંબા અરસાથી કોઈ બ્લોકબસ્ટર મૂવી આપવામાં નિષ્ફળ ગયો છે કે ત્યારે એક આશા એવી પણ છે કે સલમાન ખાન આ મૂવી થકી ફરી બોલિવૂડમાં પોતાની એક્ટિંગ અને ડાયલોગ પન્ચિંગના નવા આયામ સર કરશે.


comments powered by Disqus