એશિયન એચિવર્સ એવોર્ડ્સના વિજેતાઓની પસંદગીની મુશ્કેલ પ્રક્રિયા

- નતાશા અસગર, વેલ્સ પાર્લામેન્ટમાં સાઉથ ઈસ્ટ વેલ્સ માટે કન્ઝર્વેટિવ સભ્ય Wednesday 28th September 2022 07:36 EDT
 
 મેરુલ પટેલ (ડાબે) અને ડેમ આર્લિન ફોસ્ટર (જમણે) પાસેથી હેલ્થકેર સેક્ટરમાં વિશેષ સિદ્ધી માટેનો એવોર્ડ સ્વીકારતા પ્રેમા સુબાસકરન (મધ્યમાં)
 

એશિયન એચિવર્સ એવો્ડ્સના નિર્ણાયકગણનો હિસ્સો બની રહેવાનું ભારે આનંદપૂર્ણ અને ગૌરવશાળી બાબત હતી. ભૂતકાળમાં પણ કેટલાક પ્રસંગોએ આ સમારંભમાં હાજરી આપી હોવાથી નોમિનેશન્સ મળવાથી માંડી વિજેતાઓની કેવી રીતે પસંદગી કરાય છે તેની પરદા પાછળની વાસ્તવિકતા નિહાળવાનું ખરેખર મઝાનું કાર્ય રહ્યું.
ગત વર્ષોમાં મેં અસંખ્ય કાર્યક્રમો અને એવોર્ડ વિતરણ સમારંભોમાં હાજરી આપેલી છે અને મારે સ્વીકારવું જ રહ્યું કે અગાઉ કોઈ સમારંભમાં આવી કડક અને સર્વથા સંપૂર્ણ નિર્ણયપ્રક્રિયા મેં નિહાળી નથી. સમગ્ર યુનાઈટેડ કિંગ્ડમમાંથી ખરેખર પ્રતિભાશાળી અને સિદ્ધિપ્રાપ્ત વ્યક્તિઓ તરફથી અભૂતપૂર્વ સંખ્યામાં અરજીઓ પ્રાપ્ત થઈ હતી. વિસ્તૃત વાંચન પછી જજીસ-નિર્ણાયકો શ્રેણીબદ્ધ બેઠકોમાં સંકળાયા હતા જેમાં આયોજકો દ્વારા સ્થાપિત પોઈન્ટ સિસ્ટમ પર આધારિત વિજેતાઓની પસંદગી કરાઈ હતી.
ગ્રોવનર હોટેલ બોલરૂમની રેડ કાર્પેટ પર આરંભ થયેલી રાત્રિએ જીવનના વિવિધ ક્ષેત્રોમાંથી સંખ્યાબંધ મહેમાનો, બિઝનેસ અગ્રણીઓ, કોમ્યુનિટીના અગ્રણીઓ, મીડિયા સેલેબ્રિટીઝ, ઈન્ફ્લુઅન્સર્સ અને પરોપકારી મહાનુભાવોની૫ ઉપસ્થિતિ જોવા મળી હતી. તમે કોઈ પણ પ્રોફેશનલ ફિલ્ડનો વિચાર કરો અને તેના પ્રતિનિધિ આ ખંડમાં ઉપસ્થિત હતા. હું જાણું છું કે કોઈ પણ બ્લેક ટાઈ ઈવેન્ટની માફક AAA વર્ષના સૌથી લોકપ્રિય ઈવેન્ટ્સમાં એક છે અને મનોરંજન તો અદ્ભૂત રહ્યું હતું.
કેટલાક ઘણા પ્રતિભાશાળી બ્રાઝિલિયન ડાન્સર્સ, ગાયકો નજર સમક્ષ આવી ગયા અને આ ઈવેન્ટનું સંચાલન ઈસ્ટએન્ડર્સના પ્રસિદ્ધ નીતિન ગણાત્રા અને બિગ બ્રધરના ડીઆના ઉપ્પલે સંભાળ્યું હતું અને બંનેએ અદ્ભૂત કોમ્પિઅરીંગ કરવા સાથે ઓડિયન્સને ભરપૂર મનોરંજન પુરું પાડ્યું હતું.
આપણા વડા પ્રધાન લિઝ ટ્રસે પાઠવેલા સંદેશાએ આ સાંજને યાદગાર બનાવી દીધી હતી. નોર્ધર્ન આયર્લેન્ડના પૂર્વ ફર્સ્ટ મિનિસ્ટર ડેમ આર્લેન ફોસ્ટરે પણ સ્ટેજ પર પહોંચીને ક્વીન માટે હૃદયસ્પર્શી શ્રદ્ધાંજલિ રજૂ કરી હતી અને તમામ ઉપસ્થિત લોકોએ હર મેજેસ્ટીના માનમાં એક મિનિટનું મૌન પાળ્યું હતું.
કોમેડીઅન તેઝ ઈલ્યાસ તેમની સુંદર સ્ટેન્ડ અપ કોમેડી સાથે મેદાન મારી ગયા હતા. ધીમે ધીમે રાત્રિ તરફ આગળ વધી રહેલા ઈવેન્ટમાં દરેક લોકોએ ચેરિટી માટે પોતપોતાના વોલેટ્સ બહાર કાઢ્યા અને જોતજોતામાં છેરિટી ઓક્શનમાં 100,000 પાઉન્ડ એકત્ર થઈ ગયા તે ઘણું આનંદદાયક લાગ્યુ.
એશિયન એચિવર્સ એવોર્ડ્સ-AAA ના સ્થાપક શ્રી સી.બી.પટેલને તેમની મહેનતસભર કાર્યનિષ્ઠા અને સમર્પણ માટે સન્માનિત કરવામાં આવ્યા તે ઘણું જ ગમ્યું. એવોર્ડ્સના ક્ષેત્રમાં એક પ્રણેતા તરીકે તેમણે એવોર્ડ્સ સમારંભો સફળ અને લોકોની હાજરીથી ભર્યા ભર્યા બની રહે તેનો પાયો જ નાખ્યો છે. એશિયન એચિવર્સ એવોર્ડ્સ 2022ના જજ તરીકે યોગ્ય નોમિનીઝ અને એવોર્ડ્સ મેળવવાને પાત્ર વિજેતાઓને મળવાનો ઘણો આનંદ પ્રાપ્ત થયો કારણકે પસંદગીની પ્રક્રિયા દરમિયાન બારીકાઈથી વિજેતાની પસંદગી જજીસ માટે કરપું કાર્ય બની રહ્યું હતું.
એક પછી એક વિવિધ કેટેગરીઝના વિજેતાઓ સ્ટેજ પર આવતા ગયા અને તેમને નિહાળી ઓડિયન્સમાં જાણે વીજળી દોડી ગઈ તેમજ પરિવાર, મિત્રો અને શુભેચ્છકોએ તેમની સફળતાને પોતાની ગણી માણી લીધી. હું માનું છું કે સાઉથ એશિયનો તરીકે આપણે એકબીજાની પુડખે ઉભાં રહીએ, તેમને ઊંચા લાવીએ અને કોઈને નીચાં પાડીએ નહિ તે મહત્ત્વનું છે અને આ રાત્રિ સાઉથ એશિયન પ્રતિભાને સમર્થન આપવામાં સાચું પ્રમાણપત્ર બની રહી હતી.
અંગત રીતે મારાં માટે એ લાગણીશીલ પળો બની રહી જ્યારે હોમ સેક્રેટરી સુએલા બ્રેવરમેનની માતા તેમના વતી એવોર્ડ મેળવવા સ્ટેજ પર આવ્યાં હતાં. તેમના ચહેરાં પર આનંદ અને ગર્વ છલકાઈ રહ્યો હતો અને મને લાગે છે કે ત્યાં હાજર તમામ લોકોને રંગવર્ણી ત્વચાની મહિલાએ કેબિનેટમાં ઉચ્ચ પદ હાંસલ કરવા ઉપરાંત, આ પ્રતિષ્ઠિત એવોર્ડ પણ મેળવ્યો તેની ખુશી સાથે ગૌરવની અનુભૂતિ થઈ હતી. હેલ્થકેર ક્ષેત્રમાં યોગદાન બદલ વિશિષ્ઠ એવોર્ડ મેળવનારાં પ્રેમા સુબાસકરન સહિત અન્ય નોંધપાત્ર મહિલા વિજેતાઓ પણ હતાં.
આવાં અદ્ભૂત ઈવેન્ટની આયોજન કરવા બદલ ઓર્ગેનાઈઝર્સને દિલથી સલામ અને મને એ બાબતે જરા પણ શંકા નથી કે એશિયન એચિવર્સ એવોર્ડ્સ સમયની સાથેસાથે વધુ બહેતર અને લોકપ્રિય બનતા રહેશે.
રાગાસન દ્વારા પીરસાયેલું ભોજન પણ સ્વાદિષ્ટ હતું. મારી વાત કરું તો 2023માં એશિયન એચિવર્સ એવોર્ડ્સને નિહાળવા અને તેનો હિસ્સો બની રહેવામાં મને જરા પણ રાહ જોવી ગમશે નહિ.


comments powered by Disqus