મહાત્મા ગાંધીનો જન્મદિવસ બીજી ઓક્ટોબર - આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ તરીકે મનાવવામાં આવે છે. આ પ્રસંગે લંડન સ્થિત ભારતીય હાઈ કમિશન દ્વારા રવિવાર - બીજી ઓક્ટોબરે ટેવિસ્ટોક સ્ક્વેર ગાર્ડન, લંડન - WC1H 9JE ખાતે સવારે 10 વાગ્યે મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો છે. આ પ્રસંગે ભજનો રજૂ થશે તેમજ મહાનુભાવો સંક્ષિપ્ત સંબોધન કરશે. નવનિયુક્ત હાઇ કમિશનર વી. દોરાઇસ્વામી આ પ્રસંગે સંભવતઃ પ્રથમ સત્તાવાર સંબોધન કરશે.

