લંડન: લંડનમાં વેમ્બ્લી ખાતે આવેલા શ્રી સનાતન હિન્દુ મંદિરની બહાર રવિવાર 25 સપ્ટેમ્બરના રોજ મોટાપાયે દેખાવો કરવાના મુસ્લિમોના આહવાનના પગલે પોલીસે સનાતન મંદિર સહિત આ વિસ્તારમાં આવેલા તમામ હિન્દુ મંદિરોની આસપાસ સુરક્ષા વધારી દીધી હતી. નોર્થ બ્રેન્ટના સાંસદ બેરી ગાર્ડીનરે પણ સોશિયલ મીડિયામાં મંદિરની બહાર વિરોધ પ્રદર્શનોનું આહવાન કરતાં મેસેજિસ બાદ મંદિરની સુરક્ષા વધારવા પોલીસને સૂચના આપી હતી. તેમણે મુસ્લિમોને કાયદાકિય પગલાંની ચેતવણી સાથે હિન્દુઓને પણ મંદિરની સુરક્ષા માટે એકઠાં ન થવાની સલાહ આપી હતી.
બેરી ગાર્ડીનરે જણાવ્યું હતું કે, મારા મતવિસ્તારમાં હિન્દુ મંદિરની સામે દેખાવો કરવાની ઉશ્કેરણી અંગે મેં પોલીસને જાણ કરી છે. આ પ્રકારના દેખાવો કરવા ઇચ્છતા દરેક જાણી લે કે હેટ ક્રાઇમના અપરાધમાં જેલની સજા થઇ શકે છે. હિન્દુઓએ પણ મંદિરની સુરક્ષા માટે જવું જોઇએ નહીં. આ પોલીસનું કામ છે.
પોલીસે બરો ઓફ બ્રેન્ટમાં આવેલા હિન્દુ મંદિરોની આસપાસ પેટ્રોલિંગ વધારી દીધું છે. પોલીસે જણાવ્યું હતું કે, અમે વેમ્બલીના સનાતન હિન્દુ મંદિર, કિંગ્સબરીના સ્વામીનારાયણ મંદિર સહિતના બ્રેન્ટના ધાર્મિક સ્થળો ખાતે પેટ્રોલિંગ કરી રહ્યાં છીએ. આ અગાઉ ગયા સપ્તાહમાં બર્મિંગહામના સ્મિથવિક ખાતે આવેલા દુર્ગા ભવન હિન્દુ મંદિરને 200થી વધુ માસ્ક પહેરેલા મુસ્લિમોના ટોળાએ ઘેરી લીધું હતું અને મંદિર પર બોટલો અને ફટાકડા ફેંક્યા હોવાનું નજરે જોનારાએ જણાવ્યું હતું. મુસ્લિમોએ બાઉન્ડ્રી ફેન્સ પર ચઢીને મંદિરમાં પ્રવેશવાનો પ્રયાસ કરતાં રાયોટ ગિયર્સમાં સજ્જ પોલીસે તેમને અટકાવ્યા હતા અને મંદિરથી દૂર હાંકી કાઢ્યા હતા.
સ્મિથવિક ખાતેના દુર્ગાભવન હિન્દુ મંદિર ખાતે ભારતના હિન્દુ નેત્રી સાધ્વી ઋતંભરાની સભાનું આયોજન કરાયું હતું. જોકે આ સભાનો મુસ્લિમો દ્વારા વિરોધ થવાનો છે તેવી માહિતી મળી જતાં આયોજકો દ્વારા સભા રદ કરી દેવામાં આવી હતી. માસ્ક પહેરેલા એક વ્યક્તિએ કેમેરા પર એમ જણાવ્યું હતું કે, ભાજપ અને આરએસએસને સમર્થન આપનારા હિન્દુ લેસ્ટર કે બર્મિંગહામમાં આવકાર્ય નથી. તેમને બ્રિટનમાં ક્યાંય પરવાનગી આપવી જોઇએ નહીં. મંદિરના આગેવાનોએ જણાવ્યું હતું કે, તણાવ સર્જવા માટે કેટલાક કટ્ટરવાદી લોકો દ્વારા ખોટા આરોપો મૂકાયાં હતાં. લોકો અહીં પણ લેસ્ટર જેવી સ્થિતિ સર્જવા માગે છે. અહીં બંને સમુદાય વચ્ચે કોઇ પ્રકારની સમસ્યા નથી. અમે ભાજપ કે આરએસએસનું કેન્દ્ર નથી

