મહેસાણાઃ મહેસાણા જિલ્લાની ખેરાલુ અને પાટણ જિલ્લાની સમી બેઠક પર છેલ્લાં 50 વર્ષથી એક જ પરિવારનો દબદબો છે. ખેરાલુમાં 1972થી 2002 સુધીની 7 ચૂંટણીમાં શંકરજી ઠાકોર ઉમેદવાર હતા. તેમના અવસાન પછી 2007, 2012, 2017માં પુત્ર ભરતસિંહ ભાજપથી ચૂંટાયા. આ વખતે શંકરજી ઠાકોરના બીજા પુત્ર રામસિંહ ઠાકોર અપક્ષ લડે છે, જ્યારે સમીમાં 1975થી 1985 વીરાજી ઠાકોર જનસંઘ, ભાજપથી જીત્યા. તેમના અવસાન બાદ પુત્ર દિલીપ ઠાકોર 1990થી 2007 સુધી સમીથી અને બાદમાં બેઠક રદ થતાં 2012માં ચાણસ્મા બેઠક પર ઉમેદવાર છે.
