ક્વીન એલિઝાબેથઃ 70 વર્ષ શાસનનો રેકોર્ડ

Wednesday 08th June 2022 09:52 EDT
 
 

લંડનઃ ક્વીન એલિઝાબેથ- દ્વિતીયે 1952માં તાજપોશી થઈ ત્યારથી તેમના શાસનના 70 વર્ષ અને ચાર મહિના પૂરાં કરવાં સાથે અનેક રેકોર્ડ ધ્વસ્ત કર્યાં છે. તેમના પૂર્વ ક્વીન વિક્ટોરિયાએ 1901થી 63 વર્ષ, સાત મહિના અને બે દિવસ શાસન કર્યું હતું. હવે તેમનાથી વધારે લાંબો શાસનકાળ ફ્રાન્સના લુઈ 14માનો છે જેમણે 1643થી 1715 દરમિયાન 72 વર્ષથી વધુ શાસન કર્યું હતું. થાઈલેન્ડના રાજા ભૂમિબોલ અદુલ્યાદેજનો શાસનકાળ 2016માં મૃત્યુ પામ્યા ત્યાં સુધી 70 વર્ષ અને ચાર મહિનાનો રહ્યો છે.
ક્વીને 1952થી અત્યાર સુધીમાં 100 કરતાં વધુ દેશોનો પ્રવાસ ખેડ્યો છે. તેની સાથે કોમનવેલ્થ દેશોની 150 વિઝિટ કરી હતી. તેમણે બીજા કોઈ પણ દેશ કરતાં કેનેડાની સૌથી વધુ 22 વખત તેમજ યુરોપમાં સૌથી વધુ 13 વખત ફ્રાન્સની મુલાકાત લીધી છે. તેમણે નવેમ્બર 2015થી 89 વર્ષની વયે વિદેશ પ્રવાસ ખેડવાનું બંધ કર્યું છે. તેમનો સૌથી લાંબો વિદેશ પ્રવાસ 168 દિવસનો હતો જે, નવેમ્બર 1953થી 1954 સુધી ચાલ્યો હતો. ક્વીન બકિંગહામ પેલેસ ખાતે 180 ગાર્ડન પાર્ટીઓ યોજી ચૂક્યા છે અને તેમાં અત્યાર સુધી 1.5 મિલિયનથી વધુ લોકો હાજરી આપી ચૂક્યા છે. તેઓ અમેરિકાના 14માંથી પ્રમુખ લિન્ડન જ્હોન્સન સિવાયના 13 પ્રમુખને મળી ચૂક્યા છે. તેઓ છેલ્લે 2021માં પ્રમુખ જો બાઈડનને મળ્યા હતા. તેઓ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવને સંબોધનારા સૌપ્રથમ ક્વીન હતા. ક્વીન ચાર ખ્રિસ્તી ધર્મગુરુઓ પોપ જોન, જોન પોલ-ટુ, પોપ બેનેડિક્ટ તથા પોપ ફ્રાન્સિસને મળ્યા છે. ક્વીને અત્યાર સુધી જીવનશતક પૂર્ણ કરનારા તેમજ અને 60 વર્ષથી વધુ વયના નવ લાખ દંપતીને ત્રણ લાખ અભિનંદન કાર્ડ મોકલી ચૂક્યા છે. ક્વીનનું 73 વર્ષ લગ્નજીવન પણ એક રેકોર્ડ છે. તેમના પતિ પ્રિન્સ ફિલિપનું ગયા વર્ષે એપ્રિલમાં 99 વર્ષની વયે નિધન થયું હતું. 1996માં ચીનની મુલાકાત લેનારા ક્વીન બ્રિટિશ રાજવી કુટુંબના પ્રથમ વ્યક્તિ બન્યા હતા. તેમણે 26 માર્ચ 1976ના રોજ સૌપ્રથમ ઈ-મેઈલ મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ રિસર્ચ ફેસેલિટી ખાતે મોકલ્યો હતો.


comments powered by Disqus