જૈન ધર્મના પ્રચાર-પ્રસારમાં વર્ષોથી અનન્ય પ્રદાન આપતા ઇન્સ્ટીટ્યુટ ઓફ જૈનોલોજી (IOJ)ના સંનિષ્ઠ સેવાભાવી કાર્યકરો અને ટેકનીકલ ટીમના અથાક્ પ્રયાસ તેમજ સાધનાના પરિપાકરૂપે જૈનપીડીયાને નવું સ્વરૂપ આપી એનું લોકાર્પણ કરાયું છે. આ એક ઐતિહાસિક સોપાન સર કરવા માટે સમગ્ર ટીમ તેમજ એના પાયાના અગ્રણી શ્રી નેમુભાઇ ચંદરિયા OBE, શ્રી જયસુખભાઇ મહેતા, મેનેજીંગ ટ્રસ્ટી ડો. મેહુલભાઇ એચ.સંઘરાજકા, MBE, સહિત સમગ્ર ટીમને અભિનંદન.
આ નવી ડીઝાઇન મોબાઇલ ફ્રેન્ડલી છે. એની "ટાઇમ લાઇન" અપડેટ કરી એમાં ૨૧મી સદીની નોંધપાત્ર ઘટનાઓ ને સિમાચિહ્નોનો સમાવેશ કરાયો છે. નેવીગેશન અને સાઇન પોસ્ટીંગમાં પણ સુધારો કરાયો છે. ઇ લાયબ્રેરીનો સમગ્રપણે જીર્ણોધ્ધાર કરાયો છે અને એમાં નવા પ્રકાશનો પણ ઉમેરાયા છે. એના સુધી પહોંચવાના (એક્સેસ) ફીચર્સ વધારાયા છે.
આ જૈનપીડીયામાં ૪૦૦૦થી વધુ હસ્તપ્રતોમાં બ્રિટિશ લાયબ્રેરીની જૈન હસ્તપ્રતોનું કેટલોગ, ધ બોડીયન લાયબ્રેરી (ઓક્સફર્ડ), ધ વેલકમ ટ્રસ્ટ, ધ એશિયાટીક સોસાયટી, અને વિક્ટોરીયા આલ્બર્ટ મ્યુઝીયમની હસ્તપ્રતોના સંગ્રહનો સમાવેશ કરાયેલ છે જેનો હવે ઇ લાયબ્રેરીમાં સમાવેશ થતાં દુનિયાભરના બધા જ જૈન-જૈનેતર એનો લાભ લઇ શકશે.
જેમાં પ્રો. નલિની બલબીરની નિષ્ણાત નજર હેઠળથી પસાર થયા બાદ સુપ્રતિષ્ઠિત લેખકોના સેંકડો લેખો સમાવાયા છે. આમ જૈન ધર્મના ઇતિહાસની ડીજીટલાઇઝડ માહિતી હવે આંગળીના ટેરવે ઉપલબ્ધ થશે.
આપ એની વેબસાઇટની વીઝીટ કરી આપના મંતવ્યો આપી શકો છો. www.Jainpedia.org
Jainpedia has the collection of over 4,000 manuscripts digitised from the British Library, The Bodleian (Oxford), The Wellcome Trust, The Asiatic Society, and the Victoria and Albert Museum. This has been supplemented with hundreds of articles from prominent scholars, overseen by Prof. Nalini Balbir, and an excellent e-Library.
Please support and feel free to circulate this email to your community, friends and family.
You can access the site we look forward to your comments.
Dr Mehool H Sanghrajka MBE
Managing Trustee
Institute of Jainology, UKa

