અને ગુલામ હૈદરે કહ્યુંઃ એક દિવસ લતા પાસે ગીતો ગવડાવવા સંગીતકારો ધક્કા ખાશે

Wednesday 09th February 2022 09:10 EST
 
 

સંગીતકાર અનિલ વિશ્વાસના સંગીતથી સજેલી ફિલ્મ ‘બડી બહુ’માં સુરીન્દર કૌર અને કોરસ સાથે લતાએ પહેલી અને છેલ્લી વાર કોરસમાં ગીત ગાયું. મુખડું હતું ‘દુનિયા સે ન્યારી ગોરી તેરી સસુરાલ...’ ત્યારબાદ લતાએ કદી કોરસમાં ગાયું નથી. તેમણે હંમેશા સોલો અથવા ડયુએટ ગાયાં છે. લતાના કંઠની તાકાત સૌપ્રથમ સંગીતકાર માસ્ટર ગુલામ હૈદરે પારખી હતી. એમણે શશધર મુખરજીની ફિલ્મ ‘શહીદ’ માટે લતાને ગવડાવવાનો નિર્ણય કર્યો હતો પરંતુ લતાનો અવાજ ખૂબ પાતળો છે એમ કહીને મુખરજીએ ગુલામ હૈદરને શમસાદ બેગમ કે નૂરજહાં જેવા ભારે અવાજવાળાં ગાયિકા પાસે ગવડાવવાનો આદેશ આપ્યો  હતો. એમ કહેવાય છે કે માસ્ટર ગુલામ હૈદરે એ વખતે મુખરજીને કહ્યું હતું કે એક દિવસ આ ગાયિકા પાસે ગીત ગવડાવવા સંગીતકારો એને આંગણે ધક્કા ખાશે.


comments powered by Disqus