વોશિંગ્ટનઃ અમેરિકન ટ્રેઝરી ડિપાર્ટમેન્ટ દ્વારા તાજેતરમાં જારી થયેલા આંકડા મુજબ અમેરિકાનું રાષ્ટ્રીય દેવું પ્રથમ વખત ૩૦ ટ્રિલિયન ડોલરની વિક્રમજનક સપાટીએ પહોંચી ગયું હતું. નાણાંકીય નીતિ પરિવર્તનકાળમાંથી પસાર થઈ રહી છે તે દરમિયાન વિક્રમજનક દેવાંનો પ્રશ્ન સામે આવ્યો છે.
અમેરિકાના ટ્રેઝરી ડિપાર્ટમેન્ટે જાહેર કરેલા આંકડા મુજબ ૩૧ જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય દેવું વધીને ૩૦.૧ ટ્રિલિયન ડોલર નોંધાયુ હતું. મહામારી શરૂ થઈ તે પહેલાંની સ્થિતિ એટલે કે જાન્યુઆરી ૨૦૨૦ના રાષ્ટ્રીય દેવાંની સામે હાલના દેવામાં સાત ટ્રિલિયન ડોલરનો વધારો નોંધાયો હતો.

