ટોરન્ટોઃ કેનેડામાં હજારો લોકો સરકાર દ્વારા કોવિડ વેક્સિન ફરજિયાત કરાઈ તેનો તેમજ અમલમાં આવેલા કોવિડ નિયંત્રણોનો વિરોધ કરી રહ્યા છે. કેનેડાના અલગ અલગ શહેરોમાં લોકો રેલી યોજી રહ્યા છે અને રસ્તા જામ કરી રહ્યા છે.
તાજેતરમાં વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો અને તેમનો પરિવાર દેખાવકારોથી બચવા ઘર છોડીને ગુપ્તસ્થાને રહેવા ભાગી ગયા હતા. કોરોના પોઝિટિવ હોવાથી ટ્રુડો અને તેમનો પરિવાર હજુ પણ કોઈક ગુપ્તસ્થાને છે. તેઓ કોઈને મુલાકાત આપતા નથી.
હાલમાં દેખાવો તો શાંતિપૂર્ણ છે. દેખાવોમાં લોકો ખૂબ મોટી સંખ્યામાં જોડાતા હોવાથી પોલીસ પણ લાચાર છે. પોલીસે શનિવારે જણાવ્યું હતું કે ઓટાવામાં ૫૦૦૦ લોકોએ દેખાવો કર્યા હતા.
ટોરન્ટો, ક્યૂબેક સિટી, ફ્રેડરિક્ટ અને વિન્નીપેગ જેવા શહેરોમાં સેંકડો દેખાવકારો એકઠા થાય છે.
તેમનું કહેવું છે કે તેઓ શાસન દ્વારા અપાતા આદેશો, ધમકીઓથી તેમજ મોટી જેલમાં રહીને કંટાળી ગયા છે.

