ડેવિડ એટેનબરોને નોબેલ પીસ પ્રાઈઝનું નોમિનેશન

Wednesday 09th February 2022 07:09 EST
 
 

લંડનઃ પ્રકૃતિવિદ અને પર્યાવરણવાદી સર ડેવિડ એટેનબરોને આ વર્ષના નોબેલ શાંતિ પારિતોષિક માટે નોમિનેટ કરાયા હોવાનું બહાર આવ્યું છે. WHO, પોપ ફ્રાન્સિસ, મ્યાંમારની નેશનલ યુનિટી સરકાર, યુવનાલુના ફોરેન મિનિસ્ટર સિમોન કોફે અને અસંતુષ્ટ બેલારુસિયન સ્વિતલાના પણ આ યાદીમાં છે. જોકે, નોર્વેજિયન લોમેકર્સ ૯૫ વર્ષીય સર ડેવિડની તરફેણ કરી રહ્યા છે. બીબીસીના દંતકથારુપ પ્રેઝન્ટર સર ડેવિડે ૬૦ના દાયકાથી પોતાની કારકિર્દી શરુ કરી હતી અને ક્લાઈમેટ ચેઈન્જ વિશે જાગરુકતાને ફેલાવવામાં અગ્રેસર બની રહ્યા છે. તેમણે શરૂઆતમાં પ્રકૃતિના આશ્ચર્યો બહાર લાવવા તરફ ધ્યાન કેન્દ્રિત કર્યા પછી પર્યાવરણીય ઉદ્દેશોના સપોર્ટના હિમાયતી બની રહ્યા છે. સર ડેવિડની તરફેણ કરતી પિટિશન ત્રણ વર્ષથી ચાલી રહી છે અને હવે ૨૦,૦૦૦થી વધુ સહી તેના પર કરાઈ છે. નોર્વેજિયન નોબેલ કમિટી ગત ૫૦ વર્ષથી નોમિનીના નામ વિશે ગુપ્તતા જાળવે છે પરંતુ, નોમિનેટ કરાયેલી વ્યક્તિ કે સંસ્થા દ્વારા નામની જાહેરાત કરાતી હોય છે.


comments powered by Disqus