મુંબઈઃ મિસ યુએસએ ૨૦૧૯ ચેસ્લી ક્રિસ્ટાનું ૩૦ વર્ષની વયે નિધન થયું હતું. તેણે ન્યૂયોર્ક સિટીના ૬૦ માળના એક બિલ્ડિંગમીટથી કૂદીને આત્મહત્યા કરી હતી. મિસ યૂનિવર્સ હરનાઝ સંધૂએ સોશિયલ મીડિયા પર શોક વ્યક્ત કરીને તેને શ્રદ્ધાંજલિ આપી હતી. હરનાઝે ચેસ્લી ક્રિસ્ટા સાથેની તસવીર શેર કરીને લખ્યું હતું કે, આ સમાચારથી હૃદય હચમચી ગયું છે. આ એક અવિશ્વનીય સમાચાર છે. તમે ઘણાં લોકો માટે પ્રેરણારૂપ રહ્યા છો. રેસ્ટ ઇન પીસ ચેસ્લી. ચેસ્લીએ સવારે સાત વાગ્યે આત્મહત્યા કરી હતી. ચેસ્લીની આત્મહત્યાનું કારણ હજુ જાણી શકાયું નથી

