લતાજી મ્યુઝિક ડાયરેક્ટરના સૂરિલા ગાયિકા હતાઃ આણંદજીભાઈ

Wednesday 09th February 2022 09:17 EST
 
 

મુંબઇઃ કલ્યાણજી-આણંદજી સંગીત નિર્દેશક બેલડીના આણંદજીભાઈએ જણાવ્યું હતું કે લતાદીદી એક ગાયિકા તરીકે બહુ જ શિસ્તપ્રિય અને નિષ્ઠાવાન હતાં. વળી લતાજીએ તેમના પિતાજી દિનાનાથ મંગેશકર પાસેથી શાસ્ત્રીય સંગીતની ગહન તાલીમ પણ લીધી હોવાથી સંગીતની કોઈ પણ ધૂન પણ બહુ સરળતાથી આત્મસાત્ કરી લેતા હતાં. લતાજીની યાદશક્તિ પણ બહુ સારી હોવાથી ગીતના શબ્દો, સૂર, લય અને ભાવ વગેરે લાંબા સમય સુધી યાદ રાખી શકતાં.
આણંદજીભાઇએ બહુ મહત્ત્વનો મુદ્દો રજૂ કરતાં જણાવ્યું હતું કે લતા મંગેશકર મ્યુઝિક ડાયરેક્ટરના ગાયિકા હતા એટલે કે સંગીત નિર્દેશક ખરેખર ગીતને કઈ રીતે અને કેવા ભાવ સાથે રજૂ કરવા ઈચ્છે છે તે વિશે ગહન ચર્ચા કરતા ત્યારબાદ તે જ રીતે ગીત ગાતાં હતાં. તેઓ પોતાને સંગીતનું ઘણું જ્ઞાન છે એવો આગ્રહ કે ઈચ્છા રાખતાં નહોતાં. સાથોસાથ ગીતમાં પોતાની રીતે કોઈ હરકત કરીને તેમાં ફેરફાર પણ કરતાં નહોતા.


comments powered by Disqus