‘ફિલ્મઉદ્યોગના ૧૦૦ વર્ષમાંથી ૭૧ વર્ષ મારાં...’

Wednesday 09th February 2022 09:15 EST
 
 

બોલિવૂડમાં એક સમય હતો જ્યારે મુખ્ય ગાયિકા તરીકે લતાજી છવાઈ ગયા હતા. કોઈ પણ અભિનેત્રી હોય તેમનો અવાજ તેને ફિટ થઈ જતો હતો. તેમના માટે આ કુદરતી બક્ષિસ હતી. ૧૯ વર્ષની કિશોરાવસ્થાથી જે તેમણે ફિલ્મોમાં ગીત ગાવાનું શરૂ કર્યું હતું. તેમણે જુદી જુદી ભાષામાં ૫૦,૦૦૦થી વધારે ગીતો ગાયા હતા અને ભારતરત્ન, દાદાસાહેબ ફાળકે એવોર્ડ તેમજ અનેક ફિલ્મફેર એવોર્ડ મેળવ્યા હતા. કોઈ પણ ફિલ્મનું કોઈ પણ ગીત તેઓ ગાતા ત્યારે તે સુપરહિટ થઈ જતું હતું. ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીને જ્યારે ૧૦૦ વર્ષ પૂરા થયા ત્યારે તેમનો સિતારો બુલંદી પર હતો. તેમનાં નામે અનેક રેકોર્ડ હતા. તેમણે આ વખતે કહ્યું હતું કે, અગર ફિલ્મ ઈન્ડસ્ટ્રી ૧૦૦ સાલ હૈ તો ઈસમેં ૭૧ સાલ મેરે ભી હૈ.

કયા એવોર્ડથી સન્માનિત થયાં

• ૧૯૬૯ પદ્મ ભૂષણ
• ૧૯૮૯ દાદાસાહેબ ફાળકે એવોર્ડ
• ૧૯૯૯ પદ્મ વિભૂષણ
• ૧૯૯૯ મહારાષ્ટ્ર ભૂષણ એવોર્ડ
• ૨૦૦૧ ભારતરત્ન
• ૧૯૯૩ ફિલ્મ ફેર લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડ
• ૧૯૯૬ રાજીવ ગાંધી રાષ્ટ્રીય સદ્ભાવના પુરસ્કાર
• ૦૩ રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ્સ


comments powered by Disqus