મિસ પ્યુર્ટોરિકો અને મિસ આર્જેન્ટિના પરણી ગયાં

Wednesday 09th November 2022 07:42 EST
 
 

યુવા દિલોની ધડકન તરીકે જાણીતી મિસ આર્જેન્ટિના મારિયાના વરેલા અને મિસ પ્યુર્ટોરિકો ફેબિયોલા વેલેન્ટાઈને લાખો યુવકોના દિલ તોડીને લગ્ન કરી લીધાં છે. આ જાહેરાત તેમના દ્વારા સોશિયલ મીડિયા પર કરવામાં આવી છે. નવવિવાહિત યુગલે લાંબા સમય સુધી પોતાના લગ્ન ગુપ્ત રાખ્યા બાદ પોતાના સંબંધોને સત્તાવાર બનાવી દેતાં જાહેરાત કરી હતી કે હવે બંને પરિણીત છે. તાજેતરમાં બંને સુંદરીઓએ પોતાપોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર પોતાના સંબંધો, સગાઈ અને કેટલીક ભાવુક પળોની ઝલક દેખાડતાં એક વીડિયોને શેર કર્યો હતો. બન્નેએ ગત 28 ઓક્ટોબરે લગ્ન કરી લીધાં હતાં. આ વીડિયોમાં મારિયાના અને વેલેન્ટાઈનને એક સાથે રજાઓ માણતાં અને પોતાના ભવ્ય વિવાહ પ્રસ્તાવની એક ઝલક શેર કરતાં જોવા મળે છે. આ ક્લિપમાં બન્ને સફેદ વસ્ત્રો પહેરેલાં દેખાય છે કેમ કે બંને પ્યુર્ટોરિકોના સૈન જુઆનમાં વિવાહ મિલનના ઉત્સવને ઊજવી રહી છે.


comments powered by Disqus