ઇમરાન ખાને પોતાની સરખામણી ગધેડા સાથે કરતા ટ્રોલ થયાં

Tuesday 10th May 2022 16:32 EDT
 
 

ઇસ્લામાબાદ: પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાનખાને ફરી એકવાર સોશિયલ મીડિયા પર પ્રભુત્વ જમાવી બેઠા છે. તેમનું એક નિવેદન વાયરલ થઇ રહ્યું છે. જેના પણ લોકો તેમની મજાઇ ઉડાવી રહ્યા છે. વાસ્તવમાં એક ઇન્ટરવ્યુ દરમિયાન ઇમરાન ખાને પોતાની સરખામણી ગધેડા સાથે કરી બેઠા હતા.
વીડિયોમાં ઇમરાન ખાન બ્રિટનમાં વિતાવેલા સમયને યાદ કરી રહ્યા હતા. તેમણે કહ્યું -હું બ્રિટિશ સમાજનો એક ભાગ હતો. પરંતુ મેં તેને ક્યારેય સ્વીકાર્યો નહીં. તેઓ મારું સ્વાગત કરે છે. છતાં મેં તેને ક્યારેય મારું ઘર માન્યું નથી કારણ કે હું પાકિસ્તાની છું ઇમરાને આગળ કહ્યું- હું ગમે તે કરી લઉં પણ અંગ્રેજ નથી બની શકતો, જો તમે ગધેડા પર પટ્ટા બનાવી દો. તો પણ તે ક્યારેય ઝેબ્રા બની શકતો નથી. ગધેડો ગધેડો જ રહે છે.
આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાઇરલ થઇ રહ્યો છે. ઇમરાન ખાનના આ નિવેદન પર લોકો તેમને ટ્રોલ કરી રહ્યાં છે. કેટલાક કહે છે કે ઇમરાન પહેલીવાર અસલી લાગે છે. એક યુઝરે કહ્યું કે ઇમરાન ખાને પોતાની વાત સ્વીકારી લીધી છે.
ઇમરાનના ૭ વીડિયો થઇ શકે છે લીક
અહીં પાકિસ્તાનને રાજનીતિમાં વીડિયો વોર ફાટી નીકળવાની છે. પાકિસ્તાની મીડિયા અનુસાર, પૂર્વ વડાપ્રધાન ઇમરાનખાનમાં ૭થી ૮ વીડિયો ગમે ત્યારે રિલીઝ થઇ શકે છે. ઇમરાને પોતે સ્વીકાર્યું છે. કે તેના કેટલાક વીડિયો સાથે આવવાના છે. અને આ તેની ઇમેજને ખતમ કરવાનું ષડયંત્ર રચાવાનું છે. કહેવામાં આવી રહ્યું છે કે આમાંથી ૩ ખૂબ જ વાંધાજનક છે અને તેને શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી. ખાનની ચીફ ઓફ સ્ટાફ અને ચીફ એડવાઇઝર શાહબાઝ ગિલે કહ્યું હું દરેકને વિનંતી કરું છું કે ઇમરાનના વીડીયો લીક કે રિલીઝ ન કરવા જોઇએ. તેનાથી ખૂબ જ તબાહી સર્જાશે.


comments powered by Disqus