હોંગકોંગ: હોંગકોંગની ચૂંટણી સમિતિએ રવિવારે યોજાયેલી ચૂંટણીમાં જોન લીને આ સ્વાયત શહેરના મુખ્ય કાર્યકારી અધિકારી તીરકે ચૂંટી કાઢ્યા હતા. ચૂંટણી સમિતિમાં લગભગ 1500 સભ્યોનો સમાવેશ થાય છે. મોટાભાગના સભ્યો ચીનના સમર્થક છે. જોન લીને મુખ્ય અધિકારીના પદ માટે યોજાયેલી ચૂંટણીમાં 1416 મત મળ્યા હતા. જીત માટે તેમને માત્ર 751 મતની જ જરૂર હતી. આ સંજોગોમાં જંગી મતોતી જોન લીનો વિજય થયો હતો. ચૂંટણી સમિતિની 97 ટકાથી વધુ લોકએ ગુપ્ત મતદાન કર્યું હતું. જોન લી પહેલી જુલાઈથી વર્તમાન મુખ્ય કાર્યકારી અધિકારી કેરી લેમનું સ્થાન લેશે. 2021માં હોંગકોંગના ચૂંટણી કાયદામાં મોટા ફેરફાર કરવામાં આવ્યા હતા કે જેથી તે સુનિશ્ચિત કરી શકાય કે માત્ર બેઇજિંગ પ્રતિ વફાદાર ને જ શહેરનું સુકાન મળે. હોંગકોંગ ધારાસભાનું પણ પુનઃગઠન થયું હતું કે જેતી વિરોધપક્ષનો અવાજ દબાવી શકાય.. જોન લી મુલ્કી અધિકારી તરીકેની લાંબી કારકિર્દી ધરાવે છે. ખાસ કરીને તેઓ પોલીસ અને સુરક્ષા બ્યૂરોમાં સમય વીતાવી ચૂક્યા છે. તેઓ વર્ષ 2020માં હોંગકોંગ પર અમલી બનેલા રાષ્ટ્રીય સુરક્ષા કાયદાના કટ્ટર સમર્થક છે.
