પાકિસ્તાનમાં 5.2ની તીવ્રતાનો ભૂકંપ, 260 મકાન ક્ષતિગ્રસ્ત

Tuesday 10th May 2022 16:34 EDT
 
 

પાકિસ્તાનના ખુઝદાર જિલ્લામાં ૫.૨ની તિવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેને પગલે પાક.ના બલોચિસ્તાન પ્રાંતમાં ૨૬૦થી વધુ મકાનોને ભારે નુકસાન પહોંચ્યું હતું. જેને પગલે ૨૦૦ પરિવાર ઘરવિહોણા થઇ ગયા હતા. ભૂકંપનું કેન્દ્ર બિંદુ ઔરનાજી વિસ્તારમાં નોંધાયું હતું. ભૂકંપના એક મોટા આંચકા બાદ પણ ઘણા નાના આંચકા અનુભવાયા હતા. જેને પગલે આ વિસ્તારમાં કલાકો સુધી અફરા તફરીનો માહોલ જોવા મળ્યો હતો. લોકો પોતાના ઘરોની બહાર નિકળી ગયા હતા.  આશરે ૨૬૦ જેટલા મકાનોમાં મોટી તિરાડો પડી ગઇ હતી જ્યારે ૮૦ મકાન ધારાશાયી થઇ ગયા હતા. 


comments powered by Disqus