રશિયાનો યૂક્રેનના એક ગામની સ્કૂલ ઉપર બોંબમારોઃ 60નાં મોતની ભીતિ

Tuesday 10th May 2022 16:31 EDT
 
 

કિવ/મોસ્કોઃ રશિયાના દલો દ્વારા પૂર્વ યૂક્રેનમાં લુહાન્કના એક ગામની સ્કુલ પર ભીષણ બોમ્બમારો કરવામાં આવ્યો હતો. જેમાં 60થી વધુનાં મોતની ભિતી સેવાઈ રહી છે. લુહાન્સ્કના ગવર્નર સર્ગેઈ ગદાઈએ કહ્યું હતું કે, લુહાન્સ્ક પ્રાંતના બિલોહોરિવકા ગામની સ્કુલ પર રશિયા દ્વારા હવાઈ હુમલા કરાયા હતા અને ભીષણ બોમ્બમારો કરાયો હતો જેમાં સ્કૂલના બેઝમેન્ટમાં આશરો લઈ રહેલા 90 લોકો હુમલાની ચપેટમાં આવી ગયા હતા. બોમ્બમારાને કારણે આખી ઇમારત તૂટી પડી હતી. કાટમાળમાંથી 30 લોકોને બચાવવામાં આવ્યા હતા. જેમાં 7 મહિલાને ગંભીર ઈજા થઈ હતી.  મકાનનાં કાટળમાળ નીચે 60 લોકોનાં મોતની ભીતિ સેવાઈ રહી છે. બોમ્બમારાને પગલે બિલ્ડિંગમાં આગ લાગી હતી જેને 4 કલાકે બુઝાવાઈ હતી. કાટમાળ હટાવતાં બે મૃતદેહો મળી આવ્યા હતા. 


comments powered by Disqus