વિશ્વમાં કોરોનાનો કહેરઃ સંક્રમિતોનો કુલ આંક 51.73 કરોડને પાર થયો

Tuesday 10th May 2022 16:28 EDT
 

વોશિંગ્ટન: વિશ્વભરમાં કોરોના વાઇરસ સંક્રમણ કેસીસની સંખ્યા વધીને 51.73 કરોડથી ઉપર જતી રહી છે. તેની સાથે આ રોગચાળાના કારણે મોતને ભેટેલા લોકોની સંખ્યા પ ણ વધીને 62.5 લાખ થઈ ગઈ છે. કોરના સામે રક્ષણ આપતી કોરોના વેક્સનના ડોઝની સંખ્યા પણ વધીને હવે 11.33 અબજ થઈ ગઈ છે, તેમ જોન્સ હોપકિન્સ યુનિવર્સિટીના સેન્ટર ફોર સિસ્ટમ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ દ્વારા સોમવારે જાહેર ડેટામાં જણાવાયું હતું. સીએસસેઈ અનુસાર 8,18,63,725 કેસીસી અને 9,97,526 મોત સાતે અમેરિકા વિશઅવના સૌથી પ્રભાવિત દેશ તરીકે જળવાઈ રહ્યો છે.
ભારત 4,31,02,194 કેસીસ સાથે બીજા ક્રમ પર છે. એકકરોડથી વધઆરે કોરોના સંક્રમિતોની સંખ્યા ધરાવતા દેશોમાં બ્રાઝિલ, ફ્રાન્સ, જર્મની, યુકે, રશિયા, દક્ષઇણ કોરિયા, ઇટાલી, તુર્કી, સ્પેન અને વિયેતનામનો સમાવેશ થાય છે.
હજી પણ બેઇજિંગના મોટાભાગના લોકો ઘરમાં કેદ
ચીનમાં વધતા જતાં કોરોના સંક્રણ વ્ચે પોતાની ઝીરો ટોલરન્સ પોલિસીને જાળવી રાખતાં ચીનના સત્તાવાળાઓએ સોમવારે બેઇજિંગના મોટાભાગના નાગરિકોને ઘરમાં રહેવાનો આદેશ ખર્યો હતો. લોકોથી ધમધમથા માર્ગો અને શોપિંગ મોલ્સ સૂમસામ દેખાતા હતા. બેઇજિંગના લોકોને ભય છે કે તેઓ ડ્રેગનના કડ નિયંત્રણોની પકડમાં આવી જશે અને તેઓ પણ શાંઘાઈના અઢી કરોડ લોકોની માફક સપ્તાહો સુધી ઘરમાં કેદ થઈ જશે. ચીનમાં કોરોનાને નાથવાના તમામ પ્રયાસો જઈ રહ્યા છે ત્યારે એવી દલીલ થઈ રહી છે કે શાંઘાઈ કોમ્યુનિશ્ટ પાર્ટીના વડા લી કિયાંગ કે જેઓ પ્રેસિડન્ટ જિનપિંગના ગાઢ સાથીદાર છે તેમની રાજકીય કેરિયર સામે ખતરો છે. જો કે જાણકારો સૂત્રો કહે છે કે લીને રાજકીય નુકસાન થવાની સંભાવનાઓ ઘણી ઓછી છે.


comments powered by Disqus