ક્વિન્સ ગ્રીન કેનોપી (QGC) પ્રોજેક્ટમાં જોડાવા અનુરોધ

Wednesday 12th January 2022 05:38 EST
 

ક્વિન્સ ગ્રીન કેનોપી ક્વિન એલિઝાબેથ દ્વિતીયની ૨૦૨૨માં આવતી પ્લેટિનમ જ્યૂબીલીના માનમાં મે ૨૦૨૧માં યુકેમાં શરૂ થયેલો પ્રોજેક્ટ છે. ક્વિન ગાદી પર આવ્યા તેને ૭૦ વર્ષ પૂરા થઈ રહ્યા છે તે નિમિત્તે વૃક્ષોની સંખ્યા વધારીને અને તેની જાળવણી કરીને ક્વિનને આ વિશેષ ભેટ આપવા લોકોને અનુરોધ છે. શાહી પરિવાર પણ QGC ઉજવણીમાં આપણા દેશની ધાર્મિક અને વંશીય ડાયવર્સિટી ઉત્સાહપૂર્વક ભાગ લેશે તેમ માને છે. આ વર્ષ દરમિયાન વૃક્ષારોપણ કરવા લોકોને અનુરોધ છે. સૌએ તેમના કાર્યક્રમ માટે https://queensgreencanopy.org/get-involved/plan/  

https://queensgreencanopy.org/map-education-hub/faqs/

https://queensgreencanopy.org/commemorative-plaques/ પરથી માહિતી મેળવવી. આમ તો વૃક્ષારોપણની યોગ્ય સિઝન ઓક્ટોબરથી માર્ચ છે. પરંતુ, છોડ અને કલમો સાથે પોટમાં પણ તેને રોપી શકાશે.


    comments powered by Disqus