ATM નહીં, ATG કહો!

Wednesday 14th December 2022 06:56 EST
 
 

હૈદરાબાદઃ દિવસ-રાત કોઇ પણ સમયે રોકડા કાઢી આપતા એટીએમ તો દુનિયાભરમાં છે, પણ આ એટીએમ એવું છે જે દિવસ-રાત કોઇ પણ સમયે સોનું કાઢી આપે છે. વિશ્વનું પ્રથમ રિયલ ટાઇમ ગોલ્ડ એટીએમ તાજેતરમાં હૈદરાબાદમાં લોન્ચ કરાયું છે.
સોનાના સિક્કાની ખરીદી માટે આ એટીએમનો ઉપયોગ કરવો એકદમ સરળ છે અને તે સપ્તાહના સાતેય દિવસ 24 કલાક ખુલ્લું રહે છે. તેના પર એક ડિસ્પ્લે સ્ક્રીન લાગેલો છે, જેના પર સોનાના લેટેસ્ટ ભાવ રજૂ થાય છે. આ ગોલ્ડ એટીએમ મારફત સોનાની ખરીદી કરવા માટે તમે ડેબિટ કે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરી શકો છે. મશીન બીજા એટીએમ જેમ જ કામ કરે છે. ડેબિટ કે ક્રેડિટ કાર્ડ નાખ્યા બાદ સોનાની ખરીદી માટે અપાયેલા વિકલ્પની પસંદગી કરવાની હોય છે. પછી કિંમતનો વિકલ્પ પસંદ કરવાનો હોય છે અને પોતાના બજેટ પ્રમાણે સોનાનો સિક્કો ખરીદી શકાય છે. આ એટીએમમાં તમામ સિક્કા 24 કેરેટના મળે છે. જેનું વજન 0.5 ગ્રામથી લઈને 100 ગ્રામ સુધીનું છે. હૈદરાબાદની કંપની ગોલ્ડ સિક્કાએ ઓપન ક્યૂબ ટેકનોલોજીની મદદથી આ એટીએમ લગાવ્યું છે. સોનાના શોખીનો આ એટીએમ પર પણ લાઇન લગાવવા લાગ્યા છે.


comments powered by Disqus