અરુણાચલ સરહદે ભારત-ચીનના સૈનિકો વચ્ચે હિંસક અથડામણઃ આર્મીએ 300 સૈનિકોને ભગાડ્યા

Wednesday 14th December 2022 06:26 EST
 
 

નવી દિલ્હી: ભારત-ચીનની સરહદે 9 ડિસેમ્બરે બંને દેશના સૈનિકો વચ્ચે હિંસક ઝપાઝપી થઈ હતી. ભારતની સરહદે ઘૂસી આવેલા ૩૦૦ જેટલા ચીની સૈનિકોને ભારતના જવાનોએ ભગાડી મૂક્યા હતા. ઝપાઝપીના કારણે બંને પક્ષે સૈનિકો ઘાયલ થયા હતા. ભારતના છ સૈનિકોને ઈજા પહોંચી હતી.
ચીનના અનેક સૈનિકો ઘાયલ થયા હતા. અરૂણાચલના તવાંગ સેક્ટરમાં આ ઘર્ષણ થયું હતું. બંને દેશના કમાન્ડર્સની તુરંત ફ્લેગ મીટિંગ મળી હતી.
અરૂણાચલના તવાંગમાં ભારત-ચીનના સૈનિકો વચ્ચે અથડામણ થતાં બંને દેશના સૈનિકોને નાની-મોટી ઈજા પહોંચી હતી. જેમાં ઘાયલ થયેલા છ ભારતીય જવાનોને હોસ્પિટલમાં ખસેડાયા હતા. ભારતના જવાનોએ ઘૂસણખોરી કરી આવેલા લગભગ ૩૦૦ ચીની સૈનિકોને મારી ભગાડયા હતા. એક દાવા મુજબ ચીન સૈનિકો તવાંગમાં ભારતીય પોસ્ટને હટાવવાના ઈરાદે ઘુસ્યા હતા.
17 હજાર ફૂટની ઊંચાઈએ હિંસક અથડામણ થઈ હતી. એ પછી બંને દેશના એરિયા કમાન્ડર વચ્ચે ઈમરજન્સી ફ્લેગ મીટિંગ થઈ હતી.
લાજવાના બદલે ગાજતું ચીન
તવાંગમાં અથડામણ અંગે ચીન તવાંગમાં થયેલી અથડામણ અંગે ભારત પર આંગળી ચીંધી રહ્યું છે. ચીનની સેના દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ભારતીય સૈનિકોએ હિમાલય પરની વિવાદિત સીમા ગેરકાયદે પાર કરી અને ચીનના સૈનિકો સામે વિવાદ ઊભો કર્યો હતો.


comments powered by Disqus