ફિલ્મ ઈન્ડસ્ટ્રીનાં એવરગ્રીન એક્ટ્રેસ રેખાની ઉપસ્થિતિ કોઈ પણ ઈવેન્ટને સ્પેશિયલ બનાવી દે છે. તાજેતરમાં તેમણે ફેશન ડિઝાઈનર મનીષ મલહોત્રાની બર્થ-ડેમાં હાજરી આપી હતી. રેખા ઉપરાંત કાજોલ, રવિના ટંડન, ગૌરી ખાન અને કરણ જોહર પણ મનીષ મલહોત્રાના બર્થ-ડેમાં હાજર હતા. રેખાની હાજરીના કારણે ત્રણ પેઢીના સ્ટાર્સ સાથે નજરે પડ્યા હતા. જોકે આ બધામાં જાજરમાન રેખાની રોનક અલગ જ હતી. રેખાએ ઝુકેલી આંખો અને ડ્રેસ-એક્સેસરી સાથે જે ફોટોગ્રાફ પડાવ્યો હતો, તેને જોઈને દરેક વ્યક્તિને ‘ઉમરાવ જાન’ યાદ આવી ગઇ હતી. આ ફિલ્મમાં રેખાનું કેરેક્ટર અને તેના યાદગાર ગીતો તાજા થઈ ગયા હતા. રેખાની આ સ્ટાઈલને તેમના જેવા જ સદાબહાર ગીત ‘ઈન આંખો કી મસ્તી કે દિવાને હઝારો હૈ...’ સાથે સરખાવવામાં આવ્યુ હતું.
મનીષ મલહોત્રાએ સોશિયલ મીડિયા પર પાર્ટીના ફોટોગ્રાફ્સ શેર કર્યા હતા. જેમાં તેમની સાથે રેખા, જ્હાન્વી કપૂર પણ જોવા મળે છે. મનીષે ફોટોકેપ્શનમાં લખ્યું હતુંઃ મિત્રોની હાજરી હોય ત્યારે બર્થ-ડે સ્પેશિયલ લાગે છે. તેમાં પણ મોસ્ટ ફેવરિટ રેખાજી હાજર હોય તો વધારે સ્પેશિયલ ફિલ થાય છે. મનીષે અગાઉ પોતાની ઓફિસમાં બર્થ-ડે સેલિબ્રેટ કર્યો હતો. તેમણે ઓફિસ સ્ટાફને વર્ક ફેમિલી ગણાવ્યું હતું. કરીના કપૂર, સોનાલી બેન્દ્રે, સોફી ચૌધરી, ભાવના પાંડે સહિત અનેક સેલિબ્રિટીઝે મનીષને શુભેચ્છા આપી હતી.

