અમદાવાદઃ શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ મણિનગરના સંસ્થાપક સદગુરુ શાસ્ત્રીશ્રી આનંદપ્રિયદાસજી સ્વામી અંતર્ધ્યાન થયા તેને એક વર્ષ પૂર્ણ થતાં તેમની સ્મૃતિમાં સદગુરુ સ્મૃતિ મહોત્સવની ઉજવણી કરાઇ હતી.
આ પ્રસંગે ઇટાલિયન માર્બલમાંથી 30 ફૂટ લાંબી, 30 ફૂટ પહોળી અને 30 ફૂટ ઊંચી વિશાળ છત્રી તૈયાર કરવામાં આવી હતી અને ત્યાંના મધ્યે શ્રી સ્વામિનારાયણ ભગવાનના ચરણારવિંદ અને સદગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીની મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ પ્રસંગે દેશ-વિદેશના અનેક ભક્તોએ લાભ લીધો હતો.
આ પ્રસંગે અબજી બાપાશ્રીની વાતોની 1000 પારાયણ કરવામાં આવી હતી. જે કથાનું અમૃતપાન શાસ્ત્રી શ્રી હરિકૃષ્ણસ્વરૂપદાસજી સ્વામી, શ્રી હરિવલ્લભદાસજી સ્વામી અને શ્રી પ્રેમવત્સલદાસજી સ્વામીએ કરાવ્યું હતું.
આ પ્રસંગે શ્રી પ્રેમવત્સલદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે, શ્રી સ્વામિનારાયણ ભગવાને વચનામૃત ગ્રંથમાં 32 સંતના સદગુણોનું વર્ણન કરેલું છે. તે બધા જ ગુણોના દર્શન શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીમાં થતા હતા. તેઓ પૃથ્વી ઉપર 100 વર્ષ અને બે માસ રહ્યા.
80 વર્ષ સુધી સાધુજીવન જીવ્યા હતા.
આ પ્રસંગે બીએપીએસ સંસ્થાના વડા મહંત સ્વામી મહારાજે જણાવ્યું હતું કે, કુમકુમ મંદિરના સંસ્થાપક સદગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીનું જીવન એક સર્વોત્તમ સંત તરીકેનું હતું. શ્રી સ્વામિનારાયણ ભગવાને કહેલા સંતના સર્વે ગુણે તેઓ સંપન્ન હતા. તેમનું વર્તન સૌ સંતો માટે પ્રેરણાદાય હતું. તેમનું વર્તન એ જ આજે સંપ્રદાયમાં વાતો કરે છે.
આ પ્રસંગે બીએપીએસ સંસ્થાના પરમ વંદનીય પૂજ્ય શ્રી આત્મસ્વરૂપદાસજી સ્વામી, કોઠારી શ્રી ધર્મતિલકદાસજી સ્વામી, આ છત્રીનું મુખ્ય કામ કરાવનાર પૂજ્ય યોગીકિશોરદાસ સ્વામી પણ પધાર્યા હતા.

