લંડન: રાતના સમયે વોશરૂમ જવા કે ઘરને ચકાસવા ઉઠતા દરેક વ્યક્તિએ સાડા ત્રણ મિનિટ થોડો વિચાર કરવો જોઇએ કારણ કે આવું અવારનવાર બનતું હોય છે. એકદમ તંદુરસ્ત લાગતી વ્યક્તિનું રાતે અચાનક જ મોત થઇ જતું હોય છે. આપણે ઘણીવાર લોકોને એમ કહેતા સાંભળીએ છીએ કે હજુ ગઇકાલે તો મેં તેમની સાથે વાત કરી હતી અને તે અચાનક જ મરી ગયા.. તેની પાછળનું કારણ એ છે કે તમે ટોઇલેટ જવા રાતના સમયે ઉઠો છો ત્યારે આવું અચાનક બનતું હોય છે. આપણે પથારીમાંથી એકદમ ઊભા થઇ જઇએ છીએ અને તે સમયે આપણા મગજમાં લોહીનો પ્રવાહ ચાલુ હોતો નથી. તેથી શા માટે સાડા ત્રણ મિનિટ મહત્વની છે તે વિચારો. રાતના સમયે જ્યારે તમને અચાનક વોશરૂમ જવાની જરૂર પડે છે ત્યારે ઇસીજી પેટર્ન બદલાય છે. જો તેના માટે અચાનક ઊભા થઇ જાવ છો તો તે સમયે તમારું મગજ એનિમિક હોવાના કારણે લોહીના અભાવે તમારું હૃદય બંધ પડી શકે છે. તેથી અચાનક ઊભા થઇ જવાના બદલે સાડા ત્રણ મિનિટ રાહ જોવાની સલાહ આપવામાં આવે છે.
1 જ્યારે તમારી આંખ ખુલી જાય છે ત્યારે તમે દોઢ મિનિટ પથારીમાં જ રહો
2 તે પછીની અડધી મિનિટ પથારીમાં બેસો
3 તે પછીની અડધી મિનિટ પથારીમાંથી પગ લટકાવીને બેડની ધાર પર બેસો
આ સાડા ત્રણ મિનિટ પછી તમારું મગજ એનિમિક નહીં હોય અને તેથી તમારું હૃદય નબળું નહીં પડે. જે અચાનક આવતા મોતનું જોખમ ઘટાડશે. આ વાત તમારા પરિવારજનો, મિત્રો અને પ્રિયજનોને કરો. આ કોઇપણ ઉંમરની વ્યક્તિની સાથે થઇ શકે છે.

