અમૃતસરઃ પંજાબના તરનતારનના સરહાલી પોલીસ સ્ટેશન પર આરપીજી (રોકેટ પ્રોપેલ્ડ ગ્રેનેડ)થી હુમલો કરાયો છે. આ હુમલો ગુપ્તચર સંસ્થાઓ તરફથી ઇનપુટ આપવામાં આવ્યા બાદ કરાયો છે. ડીજીપી ગૌરવ યાદવે કહ્યું છે કે, પોલીસ સ્ટેશન પર ઝીંકેલ રોકેટ મિલિટરી હથિયાર હોવાથી ભારે ચર્ચા છે. સરહદી વિસ્તારમાં ગુપ્ત રીતે તેને લવાયા બાદ ઉપયોગ કરાયો છે. હુમલો કરાયો ત્યારે પોલીસ સ્ટેશનમાં એસએચઓ સહિત સાત જવાનો હતા. તમામનો બચાવ થયો છે.

