દિલ્હી મહાનગરપાલિકાની ચૂંટણીમાં 15 વર્ષ બાદ બહાર થયો ભાજપ

Wednesday 14th December 2022 06:29 EST
 
 

દિલ્હીમાં MCD (મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફ દિલ્હી)ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ભાજપ પાસેથી સત્તા ઝૂંટવી લીધી છે. ઉલ્લેખનીય છે કે MCDની ચૂંટણીમાં સતત 15 વર્ષથી ભાજપનું શાસન હતું, જે શાસન હવે આમ આદમી પાર્ટીએ મેળવી લીધું છે.
ચૂંટણીપંચના જણાવ્યા પ્રમાણે MCDની 250 બેઠક પૈકી આમ આદમી પાર્ટીએ 134 બેઠક પોતાના નામે કરી લીધી છે, જે બહુમત કરતાં 8 બેઠક વધુ છે. ભાજપે દિલ્હી કોર્પોરેશનની ચૂંટણીમાં 104, કોંગ્રેસે 9 અને અપક્ષોએ 3 બેઠક મેળવી છે.
કેજરીવાલના મંત્રીઓના વિસ્તારોમાં AAPને નુકસાન
MCDની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ભલે જીત મેળવી લીધી હોય, પરંતુ આપના મંત્રીઓના વિસ્તારમાં આપનાં સૂપડાં સાફ થતા જોવા મળ્યા છે. મનીષ સિસોદિયા વિધાનસભા ક્ષેત્રની 4 બેઠક પૈકી ભાજપે 3 પર વિજય મેળવ્યો છે, તો સત્યેન્દ્ર જૈનના વિધાનસભા ક્ષેત્રની તમામ 3 બેઠકો પર ભાજપે જીત મેળવી લીધી છે. આપના ધારાસભ્ય અનાનતુલ્લાના ઝાકીરનગર વોર્ડ નં.189 પર કોંગ્રેસ ઉમેદવાર વિજેતા જાહેર થયા છે. બીજી તરફ અરવિંદ કેજરીવાલના વોર્ડ નં.74 ચાંદની ચોકથી આપના ઉમેદવાર પુનર્દીપસિંહે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોને હરાવ્યા છે.


comments powered by Disqus