મોદીની હત્યા માટે તૈયાર રહોઃ રાજા પટેરિયા

Wednesday 14th December 2022 06:37 EST
 
 

ભોપાલઃ કોંગ્રેના પૂર્વ મંત્રી રાજા પટેરિયાનું વિવાદિત નિવેદન સામે આવ્યું છે. જેમાં તેઓ એક નાનકડા ગામમાં સભા સંબોધતાં મોદીની હત્યા કરવાનું કહી રહ્યા છે. જો કે બાદમાં રાજા પટેરિયા પોતાના નિવેદનથી ફરી ગયા હતા. તેમણે કહ્યું હતું કે, તેમનો કહેવાનો અર્થ હતો કે આવતી ચૂંટણીમાં મોદીને હરાવવા જરૂરી છે. એમણે વધુમાં જણાવ્યું કે તેઓ બોલતા હતા, તે ફ્લોમાં તેઓ આવું બોલ્યા હતા.


comments powered by Disqus