યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી ટાઇમ પર્સન ઓફ ધ યર

Wednesday 14th December 2022 06:33 EST
 
 

ન્યૂયોર્ક: યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર ઝેલેન્સ્કીને પ્રતિષ્ઠિત ‘ટાઇમ’ મેગેઝિને પર્સન ઓફ દ યર 2022 જાહેર કર્યા છે. મેગેઝિને તેના નવા અંકમાં ઝેલેન્સ્કીને કવર પેજ પર સ્થાન આપ્યું છે. રશિયા સામે 10 મહિનાથી ચાલી રહેલા યુદ્ધમાં ઝેલેન્સ્કી એક પ્રખર અવાજ બનીને ઊભર્યા છે. તેઓ પોતાના દેશથી અનેકગણા મોટા રશિયાનો મુકાબલો કરતા જવાનોની પડખે ઊભા રહ્યા છે. 


comments powered by Disqus