લોકપ્રિય રેપર યો યો હની સિંહ ફરીથી પ્રેમમાં પડ્યો છે. શાલિની તલવારથી છૂટાછેડા લીધા બાદ ટીના થડાની હની સિંહના જીવનમાં પ્રેમ બનીને આવી છે. હની સિંહે તેની નવી ગર્લફ્રેન્ડ સાથેના સંબંધોને સાર્વજનિક કરી દીધા છે. રેપર દિલ્હીમાં એક કાર્યક્રમમાં જોવા મળ્યો હતો, જ્યાં તે ગર્લફ્રેન્ડનો હાથ પકડેલો જોવા મળ્યો હતો. બંને પહેલી વાર જાહેરમાં સાથે દેખાયા હતા. હની સિંહ સફેદ શર્ટ, બ્લેક પેન્ટ અને બ્લેઝરમાં હેન્ડસમ લાગતો હતો. તે પહેલાં જેવી જ સારી સ્થિતિમાં પાછો ફર્યો છે. તેની પ્રેમિકા ટીના થડાની સ્લિટ ડ્રેસમાં આકર્ષક દેખાતી હતી.
હની સિંહનો ગર્લફ્રેન્ડ સાથેનો વીડિયો વાયરલ થતાં જ કેટલાક યુઝર્સ મસ્તી કરતાં જોવા મળ્યા હતા. એક વ્યક્તિએ લખ્યું હતું, તેણે એટલા માટે છૂટાછેડા લીધા કેમ કે તેને નવી ગર્લફ્રેન્ડને મળવાની હતી. લોકો એવું પણ માને છે કે હની સિંહ હવે પહેલા જેવો નહીં બની શકે, તેણે તેનો ચાર્મ ગુમાવ્યો છે. એક વ્યક્તિએ લખ્યું હતું, મતલબ તેની પત્ની સાચું બોલી રહી હતી. અલબત્ત, લોકો હની સિંહને સારી સ્થિતિમાં અને ફરીથી ફિટ જોઈને લોકો ખુશી વ્યક્ત કરી રહ્યા છે. તેઓ કહે છે કે જૂનો યો યો હની સિંહ પાછો ફર્યો છે. હની સિંહ તથા શાલિનીએ 20વર્ષની મિત્રતા બાદ 2011માં લગ્ન કર્યા હતા. બંનેએ શીખ રીતિરિવાજથી દિલ્હીના ફાર્મહાઉસમાં ઘરસંસાર માંડ્યો હતો. જોકે, હની સિંહે ખાસ્સા સમય સુધી તેના લગ્ન છુપાવીને રાખ્યા હતા. 2014માં રિયાલિટી ટીવી શોમાં હની સિંહે પત્ની શાલિનીને ઇન્ટ્રોડ્યુસ કરી હતી. યો યો હની સિંહ ‘ઓકટેલ’ ફિલ્મના ગીતથી લોકપ્રિય બન્યો હતો. હની સિંહના પાર્ટી સોંગ્સ ચાહકોમાં ઘણાં જ લોકપ્રિય છે. હની સિંહનું નામ ‘ખતરોં કે ખિલાડી 5’ની સ્પર્ધક ડિઆના ઉપ્પલ સાથે પણ જોડાયું હતું.

