સિમલા: હિમાચલપ્રદેશમાં વિધાનસભાની તમામ 68 બેઠકનાં જાહેર થયેલાં પરિણામોમાં કોંગ્રેસનો 40 સીટ પર વિજય થયો છે. આમ બહુમતી મળતાં મુખ્યમંત્રી પદે સુખવિંદર સુખ્ખુ આરૂઢ થઈ ચૂક્યા છે. હિમાચલના રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરે સિમલાના રિજ મેદાનમાં મુખ્યમંત્રી સુખવિંદર સુખ્ખુની કેબિનેટને શપથ અપાવ્યા હતા. હિમાચલમાં ભાજપના પાંચ પ્રધાનોની હાર થઈ છે. જો કે સીએમ જયરામ ઠાકુર સતત સાતમી વખત જીત્યા છે. ધારાસભ્યોનો પક્ષપલટો રોકવા કોંગ્રેસે ધારાસભ્યોને અન્ય સ્થળે ખસેડયા હતા.

