નાસાની ઓરિયન કેપ્સ્યુલ રવિવારે ચંદ્ર પરથી પરત ફરી હતી અને મેક્સિકોની ખાડીમાં ઉતરાણ કર્યું હતું. આ સફળ ટેસ્ટ ફ્લાઈટ ચંદ્ર પરની સમાનવ અવકાશયાત્રાનો માર્ગ ખોલી શકે છે. આ કેપ્સ્યુલ વાતાવરણમાં પ્રવેશી ત્યારે તેની ઝડપ મેક 32 એટલે કે અવાજની ઝડપ કરતાં 32 ગણી વધારે હતી. તેણે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશવાની સાથે 5000 ડિગ્રી તાપમાન સહન કર્યું હતું. બાદમાં તે મેક્સિકોના અખાતમાં ખાબકી હતી.

