સિબી જ્યોર્જ જાપાનમાં ભારતના આગામી રાજદૂત

- મહેશ લિલોરિયા, ગમન-આગમન Wednesday 14th September 2022 06:12 EDT
 
 

પ્રકાશ ચંદ સ્ટેટ ઓફ એરિટ્રિયામાં ભારતના આગામી રાજદૂત

પ્રકાશ ચંદ (2004)ને સ્ટેટ ઓફ એરિટ્રિયામાં ભારતના આગામી રાજદૂત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. વિદેશ મંત્રાલયે મંગળવારે તેની પુષ્ટિ કરતા જણાવ્યું કે, હાલમાં તેઓ કોન્સ્યુલેટ જનરલ ઓફ ઈન્ડિયા, બાલીમાં કોન્સ્યુલેટ જનરલ છે, આ પહેલાં તેઓ વિદેશ મંત્રાલયમાં કોન્સ્યુલર, પાસપોર્ટ અને વિઝા વિભાગમાં ડિરેક્ટર (કોન્સ્યુલર) તરીકે કામ કરતા હતા. તે પહેલાં, તેમણે વિદેશ મંત્રાલય, નવી દિલ્હી તેમજ યુગાન્ડા, યુકે, ઇજિપ્ત, ચીન અને ઑસ્ટ્રિયામાં ભારતીય મિશનમાં વિવિધ સેવા આપી હતી.

નીતા ભૂષણ ન્યુઝીલેન્ડમાં ભારતના હાઈ કમિશનર

વરિષ્ઠ IFS અધિકારી નીતા ભૂષણને ન્યુઝીલેન્ડમાં ભારતના હાઈ કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યું છે. 1994 બેચના અધિકારી ભૂષણ હાલમાં વિદેશ મંત્રાલય (MEA)માં મધ્ય યુરોપના પ્રભારી અધિક સચિવ છે. તેઓ ઢાકા (બાંગ્લાદેશ)માં ભારતીય હાઈ કમિશનમાં પ્રેસ, સંસ્કૃતિ અને માહિતી શાખાના વડા અને બર્લિન (જર્મની)માં ભારતીય દૂતાવાસમાં આર્થિક અને વાણિજ્યિક શાખાના વડા તરીકે ફરજ બજાવી ચુક્યા છે.

વિક્રમ દોરાઇસ્વામી માટે વિદાય સમારંભ

વિદેશ સચિવ મસુદ બિન મોમેને બાંગ્લાદેશમાં ભારતીય હાઈ કમિશનર વિક્રમ કુમાર દોરાઈસ્વામી માટે વિદાય સમારંભનું આયોજન કર્યું હતું. વિદાયના ભાષણ દરમિયાન વિદેશ સચિવે તેમને બાંગ્લાદેશના સાચા મિત્ર ગણાવ્યા. દોરાઇસ્વામીએ કહ્યું, "આ સૌથી મહત્વપૂર્ણ અને ગતિશીલ સંબંધોમાં મારા દેશની સેવા કરવા માટે કારકિર્દી-નિર્ધારિત સન્માન છે." વિક્રમ દોરાઇસ્વામી ટુંક સમયમાં જ યુકેમાં ભારતના હાઈ કમિશનર તરીકે પદભાર ગ્રહણ કરવાના છે.

મુકુલ રોહતગી ફરી એટર્ની જનરલ બનશે

વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગી ભારતના એટર્ની જનરલ તરીકે પાછા ફરી શકે છે. મુકુલ રોહતગીએ જૂન 2017 માં એટર્ની જનરલ પદેથી રાજીનામું આપ્યું. તેમના પછી કેકે વેણુગોપાલે કાર્યભાર સંભાળ્યો. સૂત્રોનું કહેવું છે કે મુકુલ રોહતગી 1 ઓક્ટોબરથી તેમનો બીજો કાર્યકાળ શરૂ કરશે.

એનકે પુરોહિત SBI સિક્યોરિટીઝમાં જોડાયા

એન.કે. પુરોહિત SBI સિક્યોરિટીઝમાં ચીફ બિઝનેસ ઑફિસર તરીકે જોડાયા છે, જ્યાં તેઓ અગ્રણી SBI સિક્યોરિટીઝ એન્ટરપ્રાઇઝ માટે જવાબદાર હશે. આ એન્ટરપ્રાઇઝમાં 800 કરોડ+ આવક અને આશરે 3 મિલિયનનો ગ્રાહક આધાર છે. એન કે પુરોહિત 23 વર્ષથી વધુનો સમૃદ્ધ અનુભવ ધરાવે છે, જ્યાં તેમણે વેચાણ, આવક, એસેટ પ્રોડક્ટ ડિસ્ટ્રિબ્યુશન, સ્ટ્રેટેજી, એનાલિટિક્સ, પ્રોડક્ટ ડેવલપમેન્ટ, ટેક્નોલોજી, ગ્રાહક અનુભવ અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશનના ક્ષેત્રમાં યોગદાન આપ્યું છે.


comments powered by Disqus